વંદે ભારત મિશન:યુરોપમાં ફસાયેલા ભારતિયોને પ્લેન મારફતે દિલ્હી પહોંચાડ્યા

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢની પાઇલોટ પુત્રવધુની કોરોના કામગીરી

બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી અને લાયન્સ ક્લબ જૂનાગઢ રૂદ્રાક્ષના રૂપલબેન લખલાણીએ જણાવ્યું હતું કે, હાલ કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે.  લોક ડાઉનમાં વિદેશમાં ગયેલા અનેક ભારતીયો ફસાઇ ગયા છે. ત્યારે તેમને વતન પરત લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્દે ભારત મિશન શરૂ કર્યું છે. આ મિશન અંતર્ગત વિદેશોમાં પ્લેન મોકલી લોકોને સ્વદેશ લાવવામાં આવે છે. 

દિલ્હીથી યુરોપ જઇ એક જ દિવસમાં પરત આવી ગયા
દરમિયાન યુરોપમાં પણ અનેક ભારતીય સ્ટુડન્ટ, ડોકટરો ફસાયા હતા. ત્યારે તેમને વતન લાવવા એર ઇન્ડીયા દ્વારા સ્પેશ્યલ રેસ્ક્યુ ફ્લાઇટ દિલ્હીથી યુક્રેન(યુરોપ) મોકલવામાં આવી હતી. આ ફ્લાઇટમાં કેપ્ટનની જવાબદારી જાસ્મીનબેન મયંક રવૈયાને સોપવામાં આવી હતી. તેમણે દિલ્હીથી યુરોપ અને યુરોપથી દિલ્હી નોન સ્ટોપ ફ્લાઇટ ચલાવી એક જ દિવસમાં યુરોપથી છાત્રો અને ડોકટરો દિલ્હી પહોંચાડ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...