રોષ:વેટરનરી કોલેજના કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાતમાં પગાર પંચ સહિતના પ્રશ્નો ન ઉકેલાતા લડત શરૂ

જૂનાગઢની કામધેનું યુનિવર્સિટીની વેટરનરી કોલેજના બિન શૈક્ષણિક કર્મીઓએ સાતમાં પગાર પંચ સહિતના પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. આ અંગે ટી.ટી. પટેલે જણાવ્યું હતું કે, 1 એપ્રિલ 2021થી કૃષિ યુનિવર્સિટી હસ્તકની વેટરનરી કોલેજને કામધેનું યુનિર્વસિટી ગાંધીનગરના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી છે.

જ્યારે આ બાબતને 18 માસ થવા છત્તાં કર્મચારીઓના મહેકમના તબદીલી અને કર્મચારીઓના ઓપ્શન અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. જ્યારે રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા બિન શૈક્ષણિક સંવર્ગના કર્મચારીઓને સાતમાં પગાર પંચ અન્વયે તફાવતની રકમ ચૂકવાઇ છે.

પરંતુ વેટરનરી કોલેજ, ફિશરીઝ કોલેજ, ડેરી સાયન્સ કોલેજ, પશુપાલન પોલીટેક્નિકોમાં ફરજ બજાવતા કર્મચારીઓને સાતમાં પગાર પંચની તફાવતની રકમ ચૂકવાઇ નથી. ત્યારે આ મુદ્દે કલેકટર કચેરી, વેટરનરી કોલેજ, સી ડિવીઝન પોલીસમાં આવેદન આપી રજૂઆત કરવા સાથે 10 ઓકટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...