લડતનું રણશિંગુ ફુક્યું:આજથી જિલ્લાના તલાટીમંત્રીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉની પડતર માંગો ન સ્વિકારાતા આવેદનપત્ર આપી લડતનું રણશિંગુ ફુક્યું
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ 13થી 15 ઓગસ્ટ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા સિવાયની કામગીરી નહિ કરે

તલાટીકમ મંત્રીઓની કેટલીક પડતર માંગો છે. આ માંગોને લઇ અગાઉ અનેક વખત રજૂઆતો કરાઇ છેે. તેમ છત્તાં કોઇ ઉકેલ ન આવતા હવે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લાના તલાટીમંત્રીઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. આ અંગે જૂનાગઢ જિલ્લા તલાટી કમ પંચાયત મંત્રી મંડળના પ્રમુખ જે.જે. ડાંગર અને મંત્રી એ.બી.વસીયરે જિલ્લા કલેકટરને તેમજ ડીડીઓને આવેદન આપ્યું છે.

આવેદનમાં જણાવાયું છે કે, તલાટી મંત્રીની 5 વર્ષની ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવી, ત્યાર બાદના 7 વર્ષની નિયમિત પગારની નોકરીને સાથે ગણી 12 વર્ષની નોકરી મુજબ બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ અને નિતિ વિષયક લાભો આપવા,સર્કલ ઇન્સ્પેકટર વર્ગ 3ની જગ્યાઓને વિસ્તરણ અધિકારીમાં અપગ્રેડ કરવા, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે પરીક્ષા રદ કરવા, રેવન્યુ (મહેસુલી) તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા અથવા જોબચાર્ટ અલગ કરવા, પંચાયત વિભાગ સિવાયના અન્ય વિભાગની કામગીરી ન સોંપવા તેમજ વધારાનું ભથ્થું આપવા સહિતની માંગ છે.

આ માંગને લઇ જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકા મથકે 2 ઓગસ્ટથી ઓફિસ સમય દરમિયાન જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી તલાટીમંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પાડશે અને ડિઝાસ્ટ મેનેજમેન્ટની તેમજ 13થી 15 ઓગસ્ટની હરઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરશે.

અન્ય સમાચારો પણ છે...