વિસંગત્તા:તંત્રનાં જુદા - જુદા પરીપત્રથી શિક્ષકોની મુંઝવણમાં વધારો

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનાજ વિતરણ માટે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા કે વાલીઓને તે અસ્પષ્ટ

પ્રાથમિક શાળામાં હાલ વેકેશન છે ત્યારે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન માટે અનાજ મળી રહે તેવી સરકારે વ્યવસ્થા કરી છે. પરંતુ તંત્રનાં જુદા- જુદા પરિપત્રથી શિક્ષકોની મુંઝવણમાં વધારો થયો છે. મધ્યાહન ભોજન મામલતદારે પરિપત્ર કરી સંસ્થા અનાજની દુકાનેથી  અનાજ શાળાએ પહોંચી જશે. અને બાદ શિક્ષકોએ વિતરણ કરવાનું રહેશે. જયારે ડીપીઓએ કરેલા પરિપત્રમાં કયાંય અનાજનો ઉલ્લેખ કર્યો નથી. માત્ર વિદ્યાર્થીઓનાં ખાતામાં રકમ જમા કરાવવા કહ્યું છે. બીજી તરફ શિક્ષણ સચિવે છાત્રોને સ્કુલે ભેગા કરશો તો કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. અનાજ વિતરણ માટે શાાળાએ વાલીઓને બોલાવવા કે વિદ્યાર્થીઓને તે કોઇ સ્પષ્ટ થતું નથી. જોકે આ અંગે જિલ્લા નાયબ કલેકટર રેખાબા સરવૈયાએકહ્યું હતું કે, વિદ્યાર્થીઓનેશાળાએ બોલાવવાનાં નથી. શિક્ષકોએ જ વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાિધકારી પટેલે કહ્યું હતું કે, શાળાએ છાત્રોને બોલાવવાનું કહ્યું નથી. બાળકોનાં ઘરે જઇને અનાજ પહોંચાડવાનું રહેશે. 

શિક્ષકોએ હવે અનાજ શાળાએ જોખવું પડશે
સસ્તા અનાજનીદુકાનેથી શાળાએ અનાજ પહોંચી જશે. હવે વિદ્યાર્થીને મળવા પાત્ર અનાજ શિક્ષકોએ શાળાએ જોખવું પડશે. બાદ તેને પેકેટ બનાવી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું રહેશે. જોકે પહેલા કુપન વ્યવસ્થા હતી. શાળાએથી કુપન મળે એટલે વાલીઓ દુકાનેથી માલ લઇ આવતા હતાં.

અન્ય સમાચારો પણ છે...