ગાયનો આતંક CCTVમાં કેદ:જૂનાગઢમાં જાહેર રસ્તા પર રખડતા પશુનો ત્રાસ અસહ્ય બન્યો, લક્ષ્મીનગર વિસ્તારમાં તો લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું

જૂનાગઢ2 મહિનો પહેલા
  • બે દિવસથી ગાય આતંક મચાવતી હોવા છતા મહાનગરપાલિકાનું તંત્ર અજાણ
  • ગાયના ત્રાસમાંથી છુટકારો અપાવવા સ્થાનિક લોકોની માગ

જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ એ કોઈ નવી વાત નથી. પરંતુ, શહેરના મોતીબાગ, લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક ગાય લોકોને શોધી શોધીને હુમલા કરતી હોય આ વિસ્તારમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. ગાયના આતંકના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે. સ્થાનિક લોકોએ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માગ કરી છે.

જૂનાગઢમાં રખડતા ઢોરનો ત્રાસ હદબહાર વઘી ગયેલ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે ઢોરો લોકોની પાછળ રીતસર દોટ લગાવી અડફેટે લઇ રહ્યા છે. છેલ્‍લા બે દિવસમાં જૂનાગઢના જુદા-જુદા વિસ્‍તારોમાં બનેલી આવી જ બે થી ત્રણ ઘટનાના સીસીટીવી ફૂટેજો સામે આવ્યા છે. જેમાં રીતસર એક ગાય રસ્‍તા વચ્‍ચે જઇ રહેલા વાહનોને અડફેટે લેતા જોવા મળે છે. ગાયના ત્રાસના પગલે રાહદારી અને વાહન ચાલકોમાં ડરનો માહોલ પ્રર્વતેલ છે. તો બીજી તરફ જૂનાગઢ મહાનગરના મુખ્‍ય રસ્‍તાઓથી લઇ અનેક સ્‍થળોએ રખડતા ઢોર -પશુઓનો જમાવડો જોવા મળે છે. રખડતા પશુઓ સાંઢો દરરોજ બે થી ત્રણ લોકોને ઘાયલ કરી રહ્યા હોવા છતાં મનપા તંત્રના પેટનું પાણી ન હલતુ હોવાથી લોકોમાં રોષ પ્રવર્તેલ છે.

જૂનાગઢમાં રખડતા ભટકતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ રખડતા ઢોર વાહનચાલકોને પરેશાન કરી રહ્યા છે. તો ઘણા વિસ્તારોમાં પશુ વાહનોની પાછળ દોડીને લોકોને અડેફેટે લઇ ઉડાડી ઇજા પહોંચાડી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં રસ્તાઓ પર ખુલ્લેઆમ રખડતા ભટકતા પશુ જોવા મળી રહ્યા છે ખાસ કરીને બપોરે ચાર વાગ્યાથી લઈને રાત્રે આઠ-નવ વાગ્યા સુધી મોટાભાગના રસ્તાઓ ઉપર પશુ એ જાણે કે દબાણ કરી દીધું હોય તેમ બેસી રહે છે. તેને લીધે રાહદારીઓ તેમજ વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવા કે તેના ત્રાસમાંથી લોકોને મુકિત મળે તેવી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી જૂનાગઢવાસીઓ અકસ્‍માતનો ભોગ બની રહ્યા છે.

જૂનાગઢના મોતીબાગ, જલારામ સોસાયટી અને લક્ષ્‍મીનગરમાં એક ગાય બે દિવસથી ત્રાસ વર્તાવી રહ્યાના સીસીટીવી ફૂટેજો સામે આવ્‍યા છે. જેમાં જોવા મળતા ર્દશ્‍યો મુજબ ત્રણેય વિસ્‍તારના માર્ગ પરથી નીકળતા વાહનચાલકો પાછળ ગાય દોટ લગાવી અડેફેટે લઇ જમીન પર પટાકવતી જોવા મળે છે. તો એક સીસીટીવીમાં તો બાઇક પર જઇ રહેલા બે લોકોને ગાયે અડફેટે લઇ ઉલાળીને જમીન પર પટકાવેલ બાદમાં બંન્‍ને શખ્‍સો ગાયથી બચવા પ્રયત્‍ન કરી રહેલ ત્‍યારે ગાય તેના શીંગડા ભરાવી ફરી ઉલાળવા મથી રહ્યાનું જોવા મળે છે.

છેલ્‍લા બે દિવસમાં ઉપરોકત જણાવેલા ત્રણેય વિસ્‍તારોમાં અનેક વાહનચાલકો પાછળ ગાયે દોટ લગાવી અડફેટે લીઘા હોવાનું જાણવા મળેલ છે. લોકોના જણાવ્‍યા મુજબ મહાનગરના મોટાભાગના વિસ્‍તારોમાં આવા દ્રશ્યો દરરોજ જોવા મળી રહ્યા છે. જે અંગે રજૂઆતો થતી હોવા છતાં નિદ્રાઘીન તંત્ર ઠોસ કાર્યવાહી ન કરતુ હોવાના કારણે ઢોરોની સમસ્‍યા વિકરાળ બની ગઇ છે. જેના લીઘે લોકોમાં ડરના માહોલ સાથે સતત અકસ્‍માતના ભય હેઠળ ઘરની બહાર નિકળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...