તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છાછર ગામે RSS ના કાર્યકરો પર હિંસક હુમલાના વિરોઘમાં ગીર સોમનાથ હિન્દુ સમાજના આગેવાનો-કાર્યકરોએ જય શ્રી રામના નારા બોલાવતા બોલાવતા રોષભેર જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. છાછરની ઘટનાને લઇ હિન્દુ સમાજમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદભવી હોય તેને ઠારવા આરોપીઓને સત્વરે પકડી પાડી કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
ગીર સોમનાથ હિન્દુ સમાજના જીતુભાઈ કુહાડા, દેવાભાઇ ધારેચા, કાનભાઇ બામણીયા, ચંદ્રપ્રકાશભાઈ ભટ્ટ, દુષ્યંતભાઈ ભટ્ટ, હરદાસભાઇ સોલંકી સહિત RSS, વીએચપીના કાર્યકરોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, જીલ્લાના કોડીનાર તાબાના છાછર ગામે તા.19 અને 20 ના રોજ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કરવાના અભિયાન માટે ગયેલ કાર્યકરો પર રાત્રીના સમયે ચોકકસ કોમના લોકોએ જીવલેણ હુમલો કરેલ હતો. જેમાં RSSના જીજ્ઞેશ પરમાર સહિતના કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પ્રકારના બનાવો છાછર ગામમાં અવાર નવાર બને છે. હાલની હિંચકારો હુમલાની ઘટના સમગ્ર હિન્દુ સમાજને આઘાત પહોંચાડનારી છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન ઘટે તે માટે પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરી કસૂરવારોને કડક સજા અપાવે તે જરૂરી છે. છાછર ગામમાં સત્વરે કાયમી માટે એક પોલીસ ચોકી ઉભી કરવા માંગણી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.