હુમલો:પશ્ચિમ ગીરમાં સિંહે જ એક વર્ષના સિંહ બાળને ફાડી ખાધું, મંડોરણા બીટમાંથી મૃતદેહ મળી આવ્યો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગિર પશ્ચિમ વનવિભાગ હેઠળના જંગલમાં એક વર્ષના સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહબાળને બીજા સિંહે ફાડી ખાધું હોઇ તેની નર કે માદા જાતિ અંગે ઓળખ થઇ શકી નહોતી.બનાવની જાણ થતાં આંકોલવાડી રેન્જના બામણાસા રાઉન્ડની મંડોરણા બીટ હેઠળનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સિંહબાળના પીએમની તજવીજ હાથ ધરી હતી. સિંહે શા માટે સિંહ બાળને ફાડી ખાધું એ અંગેની વિગતો હજુ મેળવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...