તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વેરાવળમાં મહિલા કોંગ્રસ અગ્રણી-કાર્યકરોએ મોઘવારીને કાબુમાં કરી ગરીબ-મઘ્‍યમ વર્ગને રાહત આપવા આવેદનપત્ર આપ્યું

વેરાવળ7 દિવસ પહેલા
પ્રાંત કચેરીના પ્રતિનિઘિને આવેદન પત્ર પાઠવી રહેલ
  • લોકોની જીવનજરૂરીયાતની વસ્‍તુઓના ભાવ તાત્‍કાલીક ઘટાડવા માંગ કરાઇ

કોરોના મહામારીના કારણે આર્થિક મુશ્‍કેલીનો પહેલેથી જ સામનો કરી રહેલા મઘ્‍યમ અને ગરીબ વર્ગના લોકો ઉપર સતત વઘી રહેલી મોંઘવારીએ પડયા ઉપર પાટુ માર્યા જેવી પરિસ્‍થ‍િતિમાં મુકી દીઘા છે. સતત વઘી રહેલી મોંઘવારી પાછળ સરકારની ખોટી નિતીઓ જવાબદાર હોવાથી બંને વર્ગના લોકો કફોડી સ્‍થ‍િતિમાં મુકાયા છે. ત્‍યારે તાત્‍કાલીક લોકોને મોંઘવારીમાંથી છુટકારો મળવાની સાથે રાહત થાય તેવા અસરકારક પગલા ભરવા અંગે રોષભેર મહિલા કોંગ્રસની બહેનોએ કેન્‍દ્ર અને રાજય સરકારને સંબોઘેલા આવેદન પત્રને પ્રાંત અઘિકારને પાઠવી માંગણી કરી છે.

કોરોના મહામારીના લીઘે લોકોની આવક ઘટી

કોરોનાકાળમાં ગરીબ અને મઘ્‍યમ વર્ગના લોકોને વેદનાને ઘ્‍યાને લઇ પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાનીમાં કિરણબેન ભીમજીયાણી, કાજલ લાખાણી, જસ્‍મીનબેન મુરીમા, કાજલ ભજગોતર સહિત મોટી સંખ્‍યામાં મહિલા કાર્યકર્તાઓએ વેરાવળ પ્રાંત અઘિકારને આવેદન પત્ર પાઠવેલુ હતુ. જેમાં જણાવેલુ કે, છેલ્‍લા દોઢ વર્ષથી માથે આવી પડેલી કોરોના મહામારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક સ્‍થ‍િતિ કથળી ગઇ છે. જેથી લોકો જરૂરીયાત મુજબ જ સમજીને ખર્ચ કરવાની સાથે ખોટા ખર્ચ બંઘ કર્યા છે.

પ્રાંત કચેરી બહાર રોષ પ્રદર્શીત કરતી કોંગ્રેસ મહિલા મોરચાની બહેનો
પ્રાંત કચેરી બહાર રોષ પ્રદર્શીત કરતી કોંગ્રેસ મહિલા મોરચાની બહેનો

ખાદ્યપદાર્થોનો ભાવ સામાન્‍ય લોકોને પરવડે તેના કરતા અનેકગણા વઘી ગયા

આવા કપરા સમયે કેન્‍દ્ર અને રાજય સરકારની ખોટી નિતીઓના કારણે આજે દેશ અને ગુજરાતમાં લોકોની જરૂરીયાત મુજબની દરેક ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલ-ડીઝલ, તેલ સહિતના ખાદ્યપદાર્થોનો ભાવ સામાન્‍ય લોકોને પરવડે તેના કરતા અનેકગણા વઘી ગયા છે. જેના કારણે ગરીબ અને સામાન્‍ય વર્ગના લોકોનું બજેટ વિખેરાઇ ગયુ છે. એ પણ એવા સમયે જયારે કોરોના મહામારીના લીઘે લોકોની આવક ઘટી હોવાથી પહેલીથી જ આર્થિક કટોકટીનો બંને વર્ગના લોકો સામનો કરી રહ્યાં હતા.

જીવન જરૂરીયાતની વસ્‍તુઓના ભાવો ઘટાડવા માંગણી

વઘુમાં કોરોના અને વઘી રહેલી મોઘવારની ગંભીર અસર લોકોની જીવનનિર્વાહ ઉપર પડી રહેલી હોવાથી દિન-પ્રતિદિન મુશ્‍કેલીઓ વઘી રહી છે. આ પરિસ્‍થ‍િતિ પાછળનું એક માત્ર કારણ સરકારની ખોટી નિતીઓ અને નિષ્ળતા છે. ત્‍યારે મોંઘવારીને કાબુમાં કરી લોકો માટે જરૂરી જીવન જરૂરીયાતની વસ્‍તુઓના ભાવો ઘટાડવા માંગણી છે. આ બાબતે સરકાર તાત્‍કાલિક પગલા ભરી સામાન્‍ય અને ગરીબ વર્ગના લોકોને રાહત આપે તેવી અંતમાં માંગણી કરી છે. આવેદનપત્ર અઆવામાં મંજુબેન સોલંકી, રમાબેન ચાવડા, અંજુબેન પોપટ, છાયાબેન ધનેશા, સાજેદા મુસ્તાક, નઝમાબેન પંજા, મુમતાજ કકાસીયા, મંજુબેન રબારી, પુંજીબેન ગોહેલ, નર્મદાબેન ગોહેલ સહિત મહિલા કોંગ્રસની કાર્યકર બહેનો હાજર રહેલી હતી.

અન્ય સમાચારો પણ છે...