તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વેરાવળમાં ગૌવંશની તસ્કરી અને ઘરફોડીના ગુના આચરતા બે ગુનેગારોને ચાર જિલ્લામાંથી તડીપાર કરાયા

વેરાવળ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગીર સોમનાથ આસપાસના 4 જિલ્લામાંથી 6 મહિના માટે તડીપાર કરાયા

વેરાવળ શહેર અને પંથકમાં ઘરફોડી ચોરી અને ગૌવંશ તસ્કરીની ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરતા બે શખ્‍સોને ચાર જીલ્‍લામાંથી તડીપાર કરવાની દરખાસ્‍ત મંજૂર થતા બંન્‍ને ગુનેગારોને શહેર પોલીસે ઝડપી લઇ તડીપાર કરવાની કાર્યવાહી કરી હતી.

આ અંગે સીટી પીઆઇ ડી.ડી.પરમારે જણાવેલ કે, વેરાવળ શહેરમાં જુદી જુદી ઘરફોડ ચોરીઓ કરનાર તથા ગૌવંશ પશુજીવોની કતલ કરવાના ઇરાદે તસ્કરી કરતી ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા (1) આદિલ અનવર શેખ (ઉ.વ.19), રહે.બાગે યુસુફ કોલોની-વેરાવળ, (2) રૂત્વીક ઉર્ફે રીતીક ગડુ મકવાણા (ઉ.વ.21) રહે.સરકારી હોસ્પીટલ પાસે, રીંગરોડ વેરાવળવાળાઓ સામે પાંચેક ગુનાઓ પોલીસ ચોપડે નોંઘાયેલા છે.

જેના આઘારે બન્ને વિરૂધ્ધ હદપારીની દરખાસ્તો તૈયાર કરી પોલીસ અધીક્ષક મારફતે જીલ્‍લા કલેકટરને મોકલવોલ હતી. જે દરખાસ્‍તમાં બંન્ને ગુનેગારોની ગુનાહિત પ્રવૃતિઓની ગંભીરતાને ધ્યાને લઇ ગીર સોમનાથ જીલ્લાની લગોલગ આવેલ જીલ્લાઓ જુનાગઢ, પોરબંદર તથા અમરેલી જીલ્લાઓમાંથી છ (6) માસ સુધી તડીપાર કરવા માટે હુકમ કરેલ હતો.

જે હુકમ અન્વયે વેરાવળ સર્વેલન્સ ટીમના પીએસઆઇ એચ.બી.મુસાર, નટુભા બસીયા, દેવદાનભાઇ, ગીરશ મુળાભાઇ, અરજણ મેસુરભાઇ, સુનિલ માંડણભાઇ, મયુર મેપાભાઇ સહિતના સ્ટાફએ આદિલ અનવર શેખ તથા રૂત્વીક ઉર્ફે રીતીક ગડુ મકવાણાને તડીપારના હુકમની બજવણી કરી ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર તથા અમરેલી જીલ્લાઓમાંથી તડીપાર કરવાની કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

અત્રે નોંઘનીય છે કે, એક તરફ શહેરમાં ગૌવંશ તસ્‍કરી-હત્‍યા કરતા ગુનેગારોને ગુજસીટોક કાયદા હેઠળ સજા આપવાની માંગણને લઇ હિન્‍દુ યુવા સંગઠનના પ્રમુખ જતીનબાપુ પાંચ દિવસથી આમરણ ઉપવાસ પર ઉતર્યા છે. તો બીજી તરફ વેરાવળ શહેર-પંથકમાં ગૌવંશ કતલ અને તસ્‍કરી બેફામ થઇ રહી હોય જેની સામે પોલીસ પણ કડક કાર્યવાહી કરતી હોવા છતાં આ ગેરકાયદે પ્રવૃતિ અટકતી નથી. તેવા સમયે કાયદામાં રહેલુ તડીપાર જેવું શસ્‍ત્ર ઉગમાવી પોલીસે ગૌવંશ તસ્‍કરી જેવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા શખ્‍સોને કડક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવાનો સ્‍પષ્‍ટ સંદેશ આપ્‍યો હોવાનું જાણકારોમાં ચર્ચા શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો