તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:વેરાવળમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો

વેરાવળ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેરાવળના ટાવરચોકમાં વિરોઘ કરી રહેલ કોંગ્રીજનો - Divya Bhaskar
વેરાવળના ટાવરચોકમાં વિરોઘ કરી રહેલ કોંગ્રીજનો
  • કૉંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામા આવી

વેરાવળમાં પેટ્રોલ-ડીઝલના વઘેલા ભાવ વઘારા અને બેકાબુ બનેલ મોંઘવારીના વિરોઘમાં જીલ્‍લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્રારા સુત્રોચ્‍ચાર કરી વિરોઘ પ્રદર્શન કરવામાં આવેલ હતુ. આ તકે પોલીસે તમામ કોંગીજનોની અટક કરી પોલીસ સ્‍ટેશન લઇ ગઇ હતી. દેશમાં પેટ્રોલ-ડીઝલના પંપો લોકોને લુંટવાના કેન્‍દ્રો બની ગયા હોવાનો ગંભીર આક્ષેપ કરેલ હતો.

આજે બપોરે વેરાવળના ટાવરચોકમાં ગીર સોમનાથ જીલ્‍લા કોગ્રેસ પ્રમુખ મનસુખભાઇ ગોહેલ, જયકરભાઇ ચોટાઇની આગેવાનીમાં કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ સરકાર કી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી..... નરેન્‍દ્ર મોદી હાય હાય....ના સુત્રોચ્‍ચાર કરી પેટ્રોલ-ડીઝલના ભાવ વઘારા અને બેકાબુ મોંઘવારી બાબતે વિરોઘ પ્રદર્શીત કરેલ હતો. આ વેળાએ પોલીસ દ્રારા તમામ કોંગીજનોની અટકાયત કરી વાનમાં બેસાડી પોલીસ સ્‍ટેશન લઇ ગઇ હતી.

આ તકે યુથ કોંગ્રસના અઘ્‍યક્ષ અભય જોટવા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્‍દ્ર મોતીવરસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવેલ કે, હાલ દેશમાં કાર્યરત પેટ્રોલ-ડીઝલના પંપો લોકોને લુંટવાના કેન્‍દ્રો બની ગયા છે. ત્‍યારે કોંગ્રેસના શાસનમાં રૂ.60 માં મળતુ પેટ્રોલવાળા અચ્‍છે દિન ફરી તો અપાવો તેવી માંગણી કરી અમારે ભાજપ સરકારના રૂ.100 વાળા અચ્‍છે દિન જોઇતા નથી.

હાલ વિશ્વમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તળીયે છે. જેની સામે દેશમાં રેકર્ડસ્‍તરે ભાવો છે. આ ભાવોમાં પેટ્રોલ-ડીઝલની મૂળ કિંમત કરતા ટેક્ષ દોઢ ગણો વસુલી રહી હોવાથી પેટ્રોલ-ડીઝલ સ્‍ટેશનો ભાજપ સરકારના ઉઘરાણા કેન્‍દ્રો બની ગયા છે. વેરાવળ-સોમનાથ શહેરનો મોટાભાગનો ફીશીગ, ટ્રાન્‍સપોર્ટનો ઉઘોગ ડીઝલ આઘારીત છે. જેમાં ત્રણ ગણો થયેલ ભાવ વઘારો સ્‍થાનીક લોકો માટે ત્રાસદાયક બની ગયો હોવાથી તેમાં ઘટાડો કરવો જરૂરી છે. સતત થઇ રહેલ ભાવ વઘારાએ લોકોને કફોડી સ્‍થ‍િતિમાં મુકી દીઘા છે.

અન્ય સમાચારો પણ છે...