તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયુક્તિ:વેરાવળ તાલુકા પંચાયતમાં સમિતીના ચેરમેન અને સભ્યોની વરણી કરાઈ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેઠકમાં તાજેતરમાં તા.પ.ના પૂર્વ હોદ્દેદારનું અવસાન થયું હોવાથી પુષ્પાંજલિ અપાઈ

વેરાવળ તાલુકા પંચાયતના સભાખંડમા તાલુકા પંચાયતની સમિતિઓની નિમણુંક માટે તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઇ સોલંકીના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા સભા મળી હતી. આ સભામાં તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા. જેમાં પ્રથમ કીંદરવા ગામના આગેવાન અને તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સ્વ.સામતભાઇ પરમારનું નિધાન થતા તેઓને તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઇ સોલંકી સહીતના હાજર રહેલા સભ્યો દ્વારા પુષ્પાજંલી આપી મૌન પાળવામાં આવ્યુ હતું.

આ સાધારણ સભામાં કારોબારી ચેરમેન અને સામાજીક ન્યાય સમિતિની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન તરીકે નારણભાઇ બારડ તથા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે રાજાભાઇ જાદવ તેમજ સામાજીક ન્યાય સમિતિના સભ્યો તરીકે લક્ષ્મીબેન બાલુભાઇ મકવાણા, મેણસીભાઇ મકવાણાની નિમણુંક કરવામાં આવી હતી. આ તકે તાલુકા પંચાયતના સભ્ય રાજશીભાઇ રાઠોડ, સંજયભાઇ ડોડીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ પાંચાભાઇ વાળા, ગીરીશભાઇ ભજગોતર, દીનેશભાઇ આમહેડા સહીતના હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો