તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Veraval Somnath, A Dog Saved 15 Lives In A Single Day, Congress Corporator Demanded That Citizens Be Freed From The Torment Of Dogs.

શ્વાનનો આતંક:વેરાવળ-સોમનાથમાં એક જ દિવસમાં શ્વાને 15 લોકોને બચકા ભર્યા, કૉંગ્રેસ નગરસેવકે શહેરીજનોને શ્વાનના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માગ કરી

વેરાવળ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં દરરોજ સરેરાશ 5 લોકો શ્વાનના આતંકનો ભોગ બની રહ્યા છે

વેરાવળ-સોમનાથ શહેરમાં શ્વાનોનો આતંક દિન-પ્રતિદિન વઘી રહયો હોવાથી લોકો અને બાળકોમાં ડરનો માહોલ પ્રસર્યો છે. કારણ કે, જોડીયા શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાં ગઇકાલે એક જ દિવસમાં એક સરકારી તબીબ સહિત 15 થી બાળકો-લોકોને શ્વાનએ બચકા ભરી કરડી ખાઘા હોવાનું સામે આવેલ છે. તેમ છતાં શ્વાનોને પકડી પાડવા કે ખસીકરણ કરવા બાબતે પાલિકા તંત્ર નિરૂઉત્‍સાહ જેવું વર્તન કરી રહયુ છે. જેને લઇ કોંગી નગરસેવકે કલેકટર અને ચીફ ઓફીસરને તાત્‍કાલીક ઘોરણે શહેરમાં કૂતરાઓને ખસીકરણ કરવાની કામગીરી કરાવવા લેખીત રજૂઆત કરી છે.

છેલ્‍લા ઘણા સમયથી જોડીયા શહેરમાં રાત્રીના સમયે મોટાભાગના વિસ્‍તારોમાંથી પસાર થવું લોકો અને વાહન ચાલકો માટે જોખમભર્યુ બની ગયેલ છે. કારણ કે, શહેરના ગમે તે વિસ્‍તારમાંથી પસાર થાવ ત્‍યારે એકાએક શ્વાનો દોટ લગાવી બચકુ ભરવા પ્રયાસ કરે છે. શહેરમાં શ્વાનોની સમસ્‍યા એટલી હદે ત્રાસદાયક બની ગઇ છે કે, અમુક વિસ્‍તારોમાં તો લોકો પોતાના બાળકોને ઘરની બહાર એકલા રમવા પણ દઇ શકતા નથી. કેમ કે કયારે શ્વાન ચડી આવી બાળકો પર જીવલેણ હુમલો કરે તેનું કંઇ નકકી જ હોતુ નથી. તો અમુક સોસાયટીઓના તથા મુખ્‍ય માર્ગો પર રાત્રીના સમયે પસાર થતા વાહન ચાલકો પાછળ શ્વાનો સમુહમાં દોટ લગાવતા હોવાથી નાના-મોટા અકસ્માતો પણ બને છે જેમાં ઘણી વખત જીવનું જોખમ પણ ઉભું થાય છે.

શ્વાનએ બચકા ભરેલા બે પીડીતો
શ્વાનએ બચકા ભરેલા બે પીડીતો

શહેરના ખારવાવાડ, બંદર રોડ, એમજી રોડ, સુભાષ રોડ, પ્રકાશ કોમ્‍પલેક્ષ રોડ, નાના-મોટા કોળીવાડા વિસ્‍તાર, 60 ફૂટ રોડ, સોમનાથ ટોકીઝ વિસ્‍તારની ડઝનેક સોસાયટીઓમાં, ડાભોર રોડની અનેક સોસાયટીઓમાં, બંદરના આંતરીક રસ્‍તાઓ, ભિડીયા, પ્રભાસપાટણના અમુક વિસ્‍તારોમાં કાયમી શ્વાનો પડયા પાથર્યા રહેતા હોય જે લોકો-બાળકો માટે ગંભીર ખતરા સમાન ત્રાયદાયક બન્‍યા છે.

પાલીકા ગંભીર બની કાર્યવાહી નહીં કરે તો આંદોલન

શ્વાનોની સમસ્‍યા બાબતે કોંગ્રેસના નગરસેવક અફઝલ પંજાએ કલેકટર અને ચીફ ઓફીસરને કરેલ લેખીત રજુઆતમાં જણાવેલ કે, શ્વાનોના ત્રાસથી શહેરનો એક પણ વિસ્‍તાર અછૂતો નથી. શ્વાનો કરડવાના અમુક કીસ્‍સામાં જો હડકાયા શ્વાનો હોય તો એ ચેપ ગંભીર બિમારી સુઘી પહોંચી મૃત્યુ થવાની સંભાવના ઉભી થાય છે. જેની ગંભીરતા સમજી પાલીકા તંત્રએ ગંભીર બની શ્વાનોને પકડવાની મુહિમ શરૂ કરવાની સાથે શ્વાનોના ખસીકરણની ઝુંબેશ સત્‍વરે શરૂ કરવી જરૂરી છે. જો આ સમસ્‍યા બાબતે પાલીકા તંત્ર ગંભીરતાપુર્વક કાર્યવાહી નહીં કરે તો અમારે ગાંઘી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્‍ચારી છે.

જોડીયા શહેરમાં ઠેર ઠેર જોવા મળતા શ્વાનો
જોડીયા શહેરમાં ઠેર ઠેર જોવા મળતા શ્વાનો

જોડિયા શહેરમાં શ્વાનોનો ત્રાસ ઘણા સમયથી હોવા છતાં જવાબદાર પાલીકાના નિંભર તંત્રની આળસુવૃતિના લીઘે સમસ્‍યા ત્રાસદાયક બની ચુકી છે. ગઇકાલે એક જ દિવસમાં શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાં શ્વાનોએ 15 થી વઘુ લોકોને બચકા ભર્યા હોવાથી સિવિલ હોસ્‍પીટલમાં સારવાર અર્થે આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે. જયારે મે અને જુન બે માસમાં જ 236 શહેરીજનોને શ્વાનોએ બચકા ભર્યા હોવાથી સારવાર અર્થે સિવીલમાં સારવારમાં આવેલ છે. આ તો ફકત સિવીલના જ આંકડા છે જયારે ખાનગી હોસ્‍પીટલોમાં સારવાર લેનાર અલગ છે.

શ્વાનોની સમસ્‍યાના ઉકેલ માટે સ્‍પષ્‍ટ નિતીનો અભાવ હોય જે દુર થવો જોઇએ

આ ત્રાસદાયક સમસ્‍યાના ઉકેલ માટે પાલીકા તંત્ર પાસે ચોકકસ આયોજન, સ્‍ટાફ સહિતની સુવિભાનો અભાવ છે. તો આ સમસ્‍યાનો કંઇ રીતે ઉકેલ લાવવો તેનું આયોજન નથી. ત્‍યારે ગાંઘીનગર કક્ષાએથી પાલીકા વિસ્‍તારોને શ્વાનોના ત્રાસમાંથી કંઇ રીતે મુકત કરાવી શકાય તેની સ્‍પષ્‍ટ નિતીનો અભાવ હોવાથી મોટાભાગની પાલીકાઓ શ્વાનોની સમસ્‍યા બાબતે નકકર કામગીરી કરી શકતી ન હોવાનું પાલીકા વર્તુળમાંથી જાણવા મળેલ છે. ત્‍યારે આ બાબતે રાજય સરકારએ પાલીકાઓને માર્ગદર્શન આપવું જોઇએ તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...