સજા:વેરાવળમાં રૂ. 5 લાખનો ચેક રીટર્ન થવાના મામલે પોરબંદરના શખ્‍સને 6 માસની સજા અને વળતરરૂપી દંડની રકમ ચૂકવવા કોર્ટનો હુકમ

વેરાવળ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળના યુવાનએ છ વર્ષ પહેલા મિત્રતાના દાવે મિત્રને રૂ.5 લાખા હાથ ઉછીના આપેલા હતા

વેરાવળના યુવાન પાસેથી મિત્રતાના દાવે પોરબંદર મેરીટાઇમ બોર્ડ કચેરીમાં નૌકરી કરતા મિત્રએ 5 લાખ લીઘા બાદ પરત આપવા સમયે આપેલો ચેક રીટર્ન થતા મામલો કોર્ટમાં પહોચ્ય હતો. જે મામાલે પોરબંદરના શખ્‍સને 6 માસની સજા અને વળતરરૂપી દંડની રકમ ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે.

વેરાવળના યુવાનએ તેના પોરબંદર ખાતે રહેતા મેરીટાઇમ બોર્ડમાં નૌકરી કરતા મિત્રને છ વર્ષ પહેલા મિત્રતાના દાવે રૂ.5 લાખા હાથ ઉછીના આપેલા હતા. જે રકમ પરત કરવા અાપેલ ચેક રીટર્ન થતા મામલો કોર્ટમાં પહોંચેલ હતો. જેમાં આરોપી પોરબંદરના મિત્રને કોર્ટે મિત્રતાના દાવે આપેલી રકમ વળતરરૂપે પરત ચુકવવાની સાથે 6 માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

પૈસાની લેતી-દેતી ગમે તેવા ગાઢ સંબંઘો બગાડી નાંખવાના કિસ્‍સા સાંપ્રત સમયમાં વારંવાર જોવા મળે છે. ત્‍યારે આવો જ એક કીસ્‍સો વેરાવળમાંથી સામે આવ્યો છે. જેની જાણવા મળેલી વિગત મુજબ વેરાવળમાં રહેતા દિશાંત ચંદુલાલ રતનપરાએ સને.2014 માં પોરબંદર રહેતા અને ત્‍યાં મેરીટાઈમ બોર્ડમાં નૌકરી કરતા તેના મિત્ર સુરેશભાઈ મોહનભાઈ મણીયારને મિત્રતાનાં દાવે રૂ.5 લાખ હાથ ઉછીના આપેલા હતા. જે રકમ પરત ચુકવવા સુરેશભાઈએ એેસબીઆઇ બેંક-વેરાવળ શાખાનો તેમના ખાતાનો તા.1-7-2015 ના રોજનો રૂ.5 લાખની રકમનો ચેક આપેલ હતો. જે ચેક દિશાંતભાઇએ બેંકમાં ભરતા રીટર્ન થયો હતો. જેથી રકમ મેળવવા એડવોકેટ મારફત સુરેશભાઇને ડીમાન્ડ નોટીસ મોકલેલ હતી.

તેમ છતા ચેક મુજબના નાણા ન આપતા અંતે ફરીયાદી દિશાંતભાઇએ વેરાવળની નામ.કોર્ટમાં ફો.કે.નં.1035/2015થી કેસ દાખલ કર્યો હતો. ત્‍યારે ચાલુ કેસ દરમ્યાન સુરેશભાઇએ સમાધાન કરી રૂ.1.50 લાખની રકમ જમા કરાવી હતી. બાદ બાકીની રકમ જમા ન કરાવતા ફરીયાદીના એડવોકેટ ઈકબાલ કે. સીડા, સાહીલ સીડાએ કેસ અંગે કોર્ટમાં ધારદાર દલીલો કરી પુરાવાઓ રજુ કરેલ હતા. જેને માન્ય રાખી વેરાવળનાં મહે.બીજા એડી.જ્યુડી.મેજી.(ફ.ક.) સાહેબ પી.એન.લાખાણી સાહેબે આરોપી સુરેશભાઇ મણીયારને તકસીરવાન ઠેરાવી 6-માસની સાદી કેદની સજા અને રૂ.3.50 લાખની રકમ દિશાંતભાઇને વળતર તરીકે ચુકવવા માટે હુકમ કરેલ હતો. અને તે રકમ ન ચુકવે તો વધુ 3-માસની સજાનો હુકમ કરેલ હોવોનું એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...