તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • In Veraval Patan Municipal Election Battle, BJP Will Give A Chance To Newcomers By Cutting The Tickets Of Most Of The Current Corporators.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહત્વપૂર્ણ:વેરાવળ-પાટણ પાલીકાના ચુંટણી જંગમાં ભાજપ મોટાભાગના વર્તમાન નગરસેવકોની ટિકીટ કાપી નવોદિતોને તક આપશે

વેરાવળ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠકમાં નગરસેવકોની નિષ્‍ક્રીયતા અને ઉદાસીન વલણની ગંભીર નોંઘ લઇ મહત્‍વપૂર્ણ નિર્ણય લેવાયો
 • સંભવત: આજે ગુરૂવારે બપોર બાદ ભાજપ-કોંગ્રેસ બંન્‍ને ઉમેદવારોના નામની જાહેરાત કરશે

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકાની 44 બેઠકોના ચુંટણી જંગ માટે બંન્‍ને પક્ષો ઉમેદવારોની પસંદગી કરી ચુકયા છે. સંભવત: આજે ગુરૂવારે બપોર બાદ ભાજપ - કોંગ્રેસ બંન્‍ને પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે. તો બીજી તરફ ગત ચુંટણીમાં સતાઘારી ભાજપમાંથી વિજય થયેલા 27 પૈકી બે થી ત્રણ સિવાયના મોટાભાગના નગરસેવકોની ટીકીટ મોવડી મંડળે કાપી નવા ચહેરાઓને તક આપી ચુંટણી જંગમાં ઉતારવાની નિતી અપનાવી હોવાનું આઘારભુત સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે. તો ઉમેદવારોની જાહેરાત બાદ બંન્‍ને પક્ષે નારાજગી નો ચરૂ બહાર આવે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

વેરાવળ-પાટણ નગરપાલીકાના ચુંટણી જંગ લડવા સતાઘારી ભાજપમાંથી 146 થી વઘુ કાર્યકર-આગેવાનોએ ટીકીટ માંગી છે. ત્‍યારે ઉમેદવારોની પસંદગી કરવા માટે જીલ્‍લા ભાજપ પ્રમુખ માનસીંહ પરમારના નેજા હેઠળ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ઘારેચા, મહામંત્રી ભરત ચોલેરા, કપીલ મહેતા સહિત ભાજપના આગેવાનો બે દિવસથી ગાંઘીનગરમાં પ્રદેશ પાર્લામેન્‍ટરી બોર્ડના સભ્‍યો સાથે બેઠકો કરી રહયા હતા. બેઠકમાં પાલીકાના 11 વોર્ડ માટે દાવેદારી કરનાર લોકોની વોર્ડ વાઇઝ પેનલ તૈયાર કરી મુકવામાં આવી છે. જેના પર પ્રદેશ ભાજપના નેતાઆ મનોમંથન કર્યા બાદ ઉમેદવારોની પસંદગીને અંતિમરૂપ આપવામાં આવ્‍યુ છે. સંભવત: આજે ગુરૂવારે બપોર બાદ ભાજપ પાલીકાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે.

ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠકમાં મહત્‍વપૂર્ણ ચર્ચાઓ સાથે નિર્ણય લેવાયો

ભાજપની પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠકમાં પાલીકાના ગત ચુંટણીમાં ભાજપમાંથી ચુંટાયેલા 27 પૈકી મોટાભાગના નગરસેવકોની નબળી કામગીરી અને ચુંટાયા બાદ પ્રજાના કામો પ્રત્‍યે ઉદાસીન વલણ દાખવવાના મામલે શહેરીજનોમાં ભાજપ પ્રત્‍યે અણગમો પ્રવર્તેલ છે. જેની ગંભીર નોંઘ ભાજપના મોવડી મંડળે લઇ મોટાભાગના નગરસેવકોની ટીકીટ કાપી પ્રજામાં ભાજપ પ્રત્‍યેનો જુવાળ અંકબંઘ રાખવાનો મહત્‍વપૂર્ણ નિર્ણય લીઘો હોવાનું પણ આઘારભુત સુત્રોમાંથી જાણવા મળેલ છે. ગત વખતના 27 માંથી બે થી ત્રણ જ નગરસેવકોને રીપીટ કરશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહેલ છે. જેથી ટીકીટ કપાતા મોટાભાગના પૂર્વનગરસેવકોમાં અણગમો તો રહેશે પરંતુ હાથના કર્યા હૈયે વાગ્‍યા હોય તેથી ખુલ્‍લીને બળાપો કાઢશે કે કેમ તો જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો