• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Veraval, After Complaints Of Poor Road Work, The Rulers Of The Municipality Took Action, Inspected The Site And Resumed The Work.

ત્વરીત એક્શન:વેરાવળમાં રોડનું કામ નબળુ થતુ હોવાની ફરીયાદો ઉઠતાં પાલિકાના શાસકો એક્શનમાં, સ્‍થળ નિરીક્ષણ કરી કામ ફરી શરૂ કરાવ્યું

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રસ્‍તામાં થયેલ નબળુ કામ કાઢવાની ચાલી રહેલ કામગીરી - Divya Bhaskar
રસ્‍તામાં થયેલ નબળુ કામ કાઢવાની ચાલી રહેલ કામગીરી
  • કોન્‍ટ્રાકટરને તેના ખર્ચે રસ્‍તાનું ફરીથી નવું કામ કરી આપવાની શાસકોએ સુચના આપી

વેરાવળ સોમનાથ શહેરમાં વ્‍યાપક પ્રમાણમાં રસ્‍તાના કામો ચાલી રહ્યા છે. ત્‍યારે બે દિવસ પૂર્વે એક રસ્‍તાનું કામ નબળુ થયુ હોવા અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી પાલિકાના શાસકો સુધી ફરીયાદ પહોંચતા ત્‍વરીત રસ્‍તા કામની સ્‍થળ વિઝીટ કરતા નબળુ દેખાયુ હતુ. જેને લઇ કોન્‍ટ્રાકટરને બોલાવી નબળુ કામ કઢાવી ત્‍યાં ફરીથી નવો ડામર નંખાવી રસ્‍તો બનાવવાનું કામ પાલીકાના શાસકોએ કરાવ્યું હતું. શહેરમાં પાલીકા દ્રારા થતુ કોઇ પણ વિકાસ કામ ખરાબ અથવા નબળુ હોય તો પાલિકાના શાસકોને જાણ કરવા અપીલ કરી હતી.

વેરાવળ સોમનાથ શહેરમાં ચોમાસાની સિઝનમાં પડેલા ભારે વરસાદ અને ભુર્ગભ ગટરના કામોને લઇ અનેક રસ્‍તારોમ બિસ્‍માર બની ગયા હોવાથી લોકોને હાડમારીનો સામનો કરવો પડતો હતો. જેને ધ્યાને લઇ જોડીયા શહેરમાં જરૂરીયાત મુજબ નવા રસ્‍તાઓ બનાવવા તથા રીપેરીંગ કરવા કાર્યવાહી પૂર્ણ કરી હતી.

હાલમાં પાલિકા તંત્ર દ્રારા શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં તે અંર્તગત રોડ રીસર્ફેસીંગ અને નવા રસ્‍તા બનાવવાના કામો જોરશોરથી શરૂ કરવામાં આવ્‍યા છે. દરમિયાન બે દિવસ પહેલા પાલીકા કચેરીની બાજુમાં કલબ રોડ તરીકે ઓળખાતા રસ્‍તાનું રીસર્ફેસીંગ કામ થયુ હતુ. જે કામ નબળુ થયુ હોય તેમ બન્‍યાના બે દિવસમાં જ રસ્‍તામાં અમુક જગ્‍યાએ ડામર ઉખડીને વેરવિખેર થતો હોવા અંગે કોઇ નાગરીક દ્રારા એક વીડિયો રેકોડીંગ કરી રસ્‍તાના કામમાં લોલમ લોલ ચાલતી હોવાનો મેસેજ લખી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યુ હતુ.

આ મેસેજ પાલિકાના શાસકો સુઘી પહોંચતા પાલીકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, પવડી ચેરમેન બાદલ હુંબલ, ઉપપ્રમુખ કપીલ મહેતા, એન્જી ભગીરથસિંહ પઢીયાર, ધવલભાઈ અને કોન્‍ટ્રાકટર ભાવેશભાઈ સાથે રસ્‍તાનું કામ જોવા સ્‍થળ પર પહોચી નિરીક્ષણ કર્યુ હતુ. જેમાં અમુક જગ્‍યાએ રસ્‍તામાં નબળા કામના લીધે ડામર ઉખડી ગયો હોવાનું જણાયુ હતુ. જેથી સ્‍થળ પર જ નબળા કામનો ભાગ કઢાવી નાંખી ત્‍વરીત તેમના નવો ડામર નંખાવી ફરીથી મજબુત નિયમોનુસાર કામ કરવાની કોન્‍ટ્રાકટરને સુચના આપી હતી.

એક રસ્‍તામાં ફરીયાદ સામે આવ્‍યા બાદ અન્‍ય સ્‍થળે ચાલતા કામનું નિરીક્ષણ કરતા પાલીકાના શાસકો
એક રસ્‍તામાં ફરીયાદ સામે આવ્‍યા બાદ અન્‍ય સ્‍થળે ચાલતા કામનું નિરીક્ષણ કરતા પાલીકાના શાસકો

આ અંગે પાલિકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં નબળા કામની ફરીયાદને લઇ ત્‍વરીત પગલા ભરી કોન્‍ટ્રાકટરના ખર્ચે ફરી બનાવવાની સુચના આપી છે. જોડીયા શહેરમાં કોઇપણ સ્‍થળે પાલિકા દ્રારા ચાલતા રસ્‍તા, ગટર કે કોઇપણ વિકાસના કામોમાં નબળી ગુણવત્તા વાળા કે ખરાબ થતા હોય તો અમોને જાણ કરવા અપીલ છે. અમો શહેરીજનોને સારી ગુણવત્તા વાળા વિકાસકામો થકી સુવિઘા આપવા કટીબદ્ધા છીએ. જેથી કોઇપણ વિકાસ કામમાં લોલમ લોલ ચલાવી લેવાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...