તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:વેરાવળમાં ગૌવંશની તસ્કરીની શંકાના પગલે 3 શખ્સો પર ટોળાએ લાકડી-પાઈપ વડે હુમલો કર્યો, 6 આરોપી ઝડપાયા

વેરાવળ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો

વેરાવળ શહેરમાં ગૌવંશની તસ્કરી કરવા આવેલા હોવાની શંકા રાખી મોટર સાયકલ પર જઇ રહેલ ત્રણ યુવાનોને દસ જેટલા શખ્‍સોએ પથ્થરના છૂટા ઘા મારી પછાડી દઇ લાકડીઓ તથા લોખંડના પાઇપ જેવા હથીયારો વડે હુમલો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી ત્રણેય બાઇકસવારોને પ્રથમ સિવિલમાં ત્યારબાદ ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયેલ હતા.

આ ઘટના અંગે ઇજાગ્રસ્‍ત યુવાનએ ચાર નામજોગ અને છ અજાણ્‍યા મળી દસ શખ્સો સામે શંકા રાખી લાકડીઓ તથા લોખંડના પાઇપ વડે માર માર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગની કલમો હેઠળ ગુનો નોંધેલ હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે વહેલી સવારે ચારેક વાગ્‍યે વેરાવળમાં રેલ્‍વે ફાટક નજીક જલારામ નગરમાં મક્કા મસ્જીદ પાસે રહેતા શબ્‍બીર મહેંદીભાઇ લાલાણી (ઉ.વ.27) તેના બે મીત્રો સાથે ચા નાસ્તો કરી પરત બાઇક પર 80 ફૂટ રોડ પરથી ઘર તરફ જઇ રહેલ હતો. તે સમયે નવલ ભારાવાળા, સાગર ગણેશ ખોરાબા, વિજય માલમડી, સુનિલ સુયાણી, રાજુ લખમણ ચુડાસમાએ ત્રીપલ સવાર બાઇકને રોકાવવા પ્રયાસ કરેલ ત્‍યારે બાઇક ભગાવી નાસી જવા ત્રણેય શખ્‍સોએ પ્રયાસ કરેલ ત્‍યારે થોડે દુર પહોંચતા છુટા પથ્થરના ઘા મારતા બાઇક સ્લીપ થઇ જતા તેમાં સવાર ત્રણેય મિત્રો પૈકી મહમદ મુસાણીને રેલ્વે લાઇનની બોર્ડર લોખંડની જાળીમાં માથુ ભટકાતા ગંભીર ઇજાઓ થયેલ જયારે બાકીના બંન્‍ને મિત્રો છોલાઇ જવાની ઇજાઓ પહોંચી હતી. આ સમયે બાઇક રોકાવવાનો પ્રયાસ કરનાર દસ શખ્સોએ એક સંપ કરી બાઇક સવાર ત્રણેય મિત્રોને ગાયોની તસ્‍કરી કરવા આવેલ છો તેમ કહી બિભત્‍સ શબ્‍દો ભાંડી લાકડી, લોખંડના પાઇપ જેવા હથીયારો વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઇજાગ્રસ્‍ત ત્રણેય મિત્રો સારવાર અર્થે પ્રથમ સરકારી અને ત્‍યારબાદ ખાનગી હોસ્‍પીટલમાં દાખલ થયેલ હતા. મારમાર્યા અંગે શબ્‍બીર લાલાણીએ નવલ ભારાવાળા, સાગર ગણેશ ખોરાબા, વિજય માલમડી, સુનિલ સુયાણી, રાજુ લખમણ ચુડાસમા તથા પાંચ અજાણ્‍યા શખ્‍સો સામે ફરીયાદ નોંઘાવતા પોલીસે રાયોટીંગની આઇપીસી કલમ 147, 148, 149, 341, 338, 323, 504, 506 (2) મુજબ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી હતી. આ મામલાની ગંભીરતાને ઘ્‍યાને લઇ પોલીસે ગણતરીના કલાકોમાં જ દસ પૈકી છ આરોપીઅોની ઘરપકડ કરી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે. જયારે બાકીના આરોપીઅોને ઝડપવા પોલીસની એક ટીમ કામ કરી રહી હોવાનું પીઆઇ ડી.ડી.પરમારે જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો