તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • In Veraval, A Friend Called A Young Man At Home And Demanded A Ransom Of Rs 5 Lakh For Beating Cattle. The Injured Youth Lodged A Complaint Against Four Persons Including A Friend.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંડણી:વેરાવળમાં યુવકને મિત્રએ ઘરે બોલાવી ઢોર મારમારી રૂ.પાંચ લાખની ખંડણી માંગી, ઇજાગ્રસ્ત યુવકે મિત્ર સહિત ચાર શખ્સો સામે ફરીયાદ કરી

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્લાસ્ટીકના પાઇપ તથા બેટથી માર મારી વીડિયો બનાવ્યો
 • પોલીસે ફરીયાદ દાખલ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી

વેરાવળમાં પત્રકાર યુવકને તેના મિત્રએ મળવા માટે ફોન કરી ઘરે બોલાવવ્યા બાદ મિત્ર સહિત ચાર શખ્સોએ પાઇપ, બેટ વડે માર મારી રૂ.પાંચ લાખની ખંડણી માગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઇજાગ્રસ્ત યુવકે મિત્ર સહિત ચાર શખ્સો સામે ફરીયાદ કરતા પોલીસે ખંડણી, મારમાર્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મિત્રએ ફોન કરી કેમ દેખાતો નથી તેમ કહી ઘરે મળવા બોલાવ્યો

વેરાવળના દોલતપ્રેસ વિસ્તારમાં રહેતા અને પત્રકાર તરીકે કામ કરતા યુવક અંકીત અતુલ કોટેચા ઉ.વ.27 ને બે દિવસ પૂર્વે સાંજના સમયે ઉદય કુહાડાનો ફોન આવ્યો હતો. અને કેમ દેખાતો નથી તેમ કહી ઘરે મળવા બોલાવ્યો હતો. ત્યારે ઘરનો દરવાજો ખખડાવતા હીતેશ ઉર્ફે બંબુળીએ ખોલેલ અને વિરાજ તથા ઉમંગ બાટીયા નામના શખ્સો ત્યાં હાજર હોય તેથી અંકીતે ઉદય કયાં છે તેમ કહેતા હાજર રહેલા ત્રણેય શખ્સોએ બીભત્સ શબ્દો બોલી પ્લાસ્ટીકના પાઇપ તથા બેટ અને ઢીકાપાટુનો માર મારી વીડિયો બનાવ્યો હતો.

પરીવારને માર મારીશ તેવી ધમકી આપી

તેમજ રૂ.પાંચ લાખની માંગણી કરી હતી. ત્યારબાદ ઉદયે આ બનાવની વાત કોઇને કરીશ તો તને અને તારા પરીવારને માર મારીશ તેવી ધમકી આપી હતી. તેથી યુવકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ મહિલા પીએસઆઇ અર્ચના ખુમાણને આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો