મિલન:વેરાવળમાં 75 વર્ષીય વૃદ્ધા ઘરેથી નીકળી જઈ ભુલા પડી ગયા, 181ની ટીમે કાઉન્સેલિંગ કરી પરીવાર સાથે મિલન કરાવ્યું

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધા બસમાં બેસી સુત્રાપાડાથી વેરાવળ પહોંચી ગયા બાદ ક્યાં જવાનું હતું એ ભુલી ગયા

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના એક ગામમાં દિકરી સાથે રહેતા 75 વર્ષના વૃદ્ધ મહિલા ગઈકાલે અચાનક ઘરેથી નીકળી જઈ બસ મારફત વેરાવળ પહોંચી ગયા હતા. વૃદ્ધાની મદદે આવેલી 181 અભયમ ટીમએ પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.

રાત્રીના સમયે વેરાવળમાં હીરો હોન્ડા શોરૂમ આસપાસ એક વૃદ્ધા ભટકી રહી હોવા અને જાણકારી આપવા જાગૃત નાગરિકે 181 સેવામાં ફોન કરી જણાવેલુ કે, એક 75 વર્ષીય વૃદ્ધા ભુલા પડી ગયા હોવાથી ઘરે જવાનું કહી ભટકી રહ્યા છે. તેથી તેમને મદદની જરૂર છે. આ માહિતીના આધારે 181 સેવાના કાઉન્સેલર મનીષા ધોળીયા, હેડ કોન્સ્ટેબલ સોનીબેન તાત્કાલીક સ્થળ પર પહોંચી જઈ વૃદ્ધ મહિલાને મળી કાઉન્સલિંગ કરતા વૃદ્ધાએ જણાવ્યું કે, હું ઘરેથી કોઈને કહ્યા વગર સુત્રાપાડાથી બસમાં બેસી ગયા બાદ કયા જવું હતું એ ભુલી ગઈ હતી. ત્યારે રસ્તામાં વેરાવળમાં બાપા સીતારામનું મંદિર જોતા ત્યાં ઉતરી ગઈ હતી. મારી દીકરી સુત્રાપાડા તાલુકાના એક ગામમાં રહેતી હોય તેની પાસે જવું છે. પરંતુ દિકરી સુત્રાપાડાના ક્યાં ગામમાં રહે છે તેનું સરનામુ યાદ ન હતું.

વૃદ્ધાએ જણાવેલી માહિતીના આધારે 181ની ટીમએ સુત્રાપાડા તાલુકાના ગામોમાં તપાસ શરૂ કરાવી હતી. જેમાં દિકરીનું સરનામું મળી આવ્યું હતું. એ સમયે જ વૃદ્ધાના જમાઈનો સામેથી ફોન આવેલો કે તેઓ અમારી માતુશ્રી છે. જેથી ખરાઈ કરી 181 સેવાનો સ્ટાફ વૃદ્ધાને તેમની દિકરી- જમાઈ પાસે લઈ જતા તેમની માતાને જોઈ બંન્નેના આંખોમાંથી લાગણીના આસું વહેતા થઈ ગયા હતા.

આ તકે વૃદ્ધાની દિકરીએ જણાવ્યું કે, મારા ભાઈના અવસાન બાદ માતા મારી સાથે રહેતા હતા. પરંતુ તેમની માતાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ એકલા ક્યારે પણ બહાર જતા ન હતા. આજે ક્યારે નીકળી ગયા એનો ખ્યાલ ન હતો. બાદમાં અમોએ આસપાસમાં શોધી રહ્યા હતા. એ સમયે 181 અભયમ ટીમની સતર્ક કામગીરી થકી અમારા વડીલ અમને પરત હેમખેમ મળી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...