તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને હાલાકી:માં વાત્સલ્ય કાર્ડની કામગીરી બંધ

જૂનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે એજન્સી પાસેથી કામગીરી પાછી ખેંચી લીધી
  • હવે માત્ર સરકારી હોસ્પિટલે જ નિકળશે કાર્ડ, લોકોને લેવી પડે છે મોંઘી સારવાર

જૂનાગઢમાં માં વાત્સલ્ય યોજનાના કાર્ડ કાઢવાની કામગીરી બંધ થતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે એજન્સી પાસેથી કામગીરી પરત ખેંચી લેતા હાલ કાર્ડ કાઢવાની કામગીરી સાવ ઠપ્પ થઇ ગઇ છે. હાલ માત્ર સિવીલ હોસ્પિટલ ખાતેથી જ કાર્ડ નિકળી રહ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ સરકાર દ્વારા મા- મા વાત્સલ્ય યોજના બહાર પાડવામાં આવી હતી જેમાં કાર્ડ ધારકોને ખાનગી હોસ્પિટલમાં 5 લાખ સુધીની સારવાર મળતી હતી. જોકે, આ કાર્ડ કાઢવાની કામગીરી સરકાર દ્વારા એજન્સીને સોંપાઇ હતી.

ખાસ કરીને એન્કોર્ડ નામની એજન્સીને કામગીરી સોંપાઇ હતી જેની નીચે અદિતી ઇન્ફોટેક, ઓમ ઇન્ફોટેક અને જીઆઇએલ નામની એજન્સી મા- મા વાત્સલ્ય કાર્ડ કાઢી આપતી હતી. દરમિયાન રાજ્ય સરકારે 1 જૂનથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થને પરિપત્ર મોકલ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, તમામ તાલુકા કક્ષાએ અને સિવીક સેન્ટરમાં મા- મા વાત્સલ્ય યોજનામાં કાર્ડ કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ કાર્ડ કાઢતી એજન્સી દ્વારા થતી વ્યવસ્થા થકી એક યા બીજા કારણોસર કિયોસ્કની કામગીરી બંધ કરવામાં આવી છે.

હવે આ કાર્ડ સરકારી હોસ્પિટલ ખાતેથી કાઢી આપવાના રહેશે. જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં મા-મા વાત્સલ્ય કાર્ડ ની કામગીરી એજન્સી દ્વારા થતી હતી તે 1 જૂન 2021ના પરિપત્રથી બંધ કરાઇ છે. હવે માત્ર સરકારી હોસ્પિટલ ખાતેથી કાર્ડ મળી શકશે. અહિં સરકારી માણસો કે આરોગ્ય મિત્રો કાર્ડ કાઢી આપશે. એમાંપણ માત્ર ઇમરજન્સી સારવાર માટેના પેશન્ટના જ કાર્ડ કાઢી આપવામાં આવે છે.

કોને મા કાર્ડનો લાભ મળે ?
બીપીએલ કુટુંબ, જે પરિવારની આવક 4 લાખથી નીચે હોય, માન્ય પત્રકાર અને તેનો પરિવાર, આશાવર્કર અને તેનો પરિવાર, વર્ગ 3ના ફિક્સ પગારના કર્મચારી અને તેનો પરિવાર, નિ:સહાય સાધુ, સંતો, અનાથ બાળકો અને વિકલાંગ બાળકોને સરકાર દ્વારા નક્કી કરેલી સારવાર માટે 5 લાખ સુધીની મેડીકલ સહાય મળે છે.

અન્ય સમાચારો પણ છે...