નિર્ણય:વંથલીમાં કાર્ડ મામલતદાર પાસે જમા કરાવી રાશન બંધ કરાવ્યું

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરૂરીયાતમંદ લોકોને પુરતુ રાશન મળી શકે છે
  • NFSA યોજના હેઠળ લાભ મળતો હતો, નિર્ણય ને ​​​​​​​લોકોએ આવકાર્યો

વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશભાઈ જેઠવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદાર ને રૂબરૂ મળી પોતાનું રાશન કાર્ડ જમા કરાવી દીધું હતું અને રાશન પણ બંધ કરવા કહ્યું હતું.આ રાશન જરૂરિયાત મંદ લોકો ને મળે એમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લીધો હોવાનું દિવ્યેશભાઈએ જણાવ્યું હતું.અને જે લોકોને આ રાશનની જરૂર નથી અને આર્થિક સ્થિતિ સારી છે તો તેમણે પણ આગળ આવી આ નિર્ણય લેવાની અપીલ કરી હતી. આ નિર્ણયને લોકોએ પણ આવકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...