હુમલો:વંથલીમાં રેતીના ટ્રેકટર પકડાવી દેવાના મનદુ:ખમાં બાઇક ચાલકને હડફેટે લીધો

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાં સાક્ષી આપવા જતો નહિ તેમ કહિ પાવડો મારી ઇજા કરી

વંથલી પોલીસમાં બે યુવાનોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. આ અંગે મળતી વિગત મુજબ ઇરફાન યુસુફભાઇ વાજાએ મોહસિનભાઇ હારૂનભાઇ કચરા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, પોતે મોટર સાઇકલ લઇને વંથલી બસ સ્ટેશન પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે ટ્રેકટર ચાલક મોહસિન હારૂનભાઇ કચરાએ કહ્યું હતું કે, તું અમારા રેતીના ટ્રેકટર અવાર નવાર પકડાવી દે છે તેમ કહી ટ્રેકટરની ઠોકર મારતા મને ઇજા પહોંચી છે. જ્યારે સામાપક્ષે મોહસિન હારૂનભાઇ કચરાએ ફરિયાદ નોંધાવી છે કે, હું રેતીનું ટ્રેકટર ભરી ટિકર તરફથી આવતો હતો ત્યારે બસ સ્ટેશન પાસે પહોંચતા ઇરફાન યુસુફ વાજાએ ટ્રેકટર પાસે આવી ગાળો આપી હતી.

ટ્રેકટર ઉભું રાખતા ઇરફાને જણાવેલ કે, તું મારા વિરૂદ્ધ કોર્ટમાં સાક્ષી દેવા જતો નહિ તેવું કહી પાવડાના હાથાથી હુમલો કર્યો હતો જેમાં ઇજા પહોંચી છે. ઝપાઝપી દરમિયાન મારા ખીચામાંથી 5,300 રૂપિયા પડી ગયા છે જે ઇરફાન લઇ ગયો હોવાનું મારૂં માનવું છે. ઇરફાન વાજાને અને મદિનાબેનને કોર્ટમાં કેસ થયેલ હોય તેમાં હું મદીનાબેન તરફથી સાક્ષી હોય આ હુમલો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...