• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Una's Umej Village, The Villagers Did Not Build A Bridge Over The River By Tantra, But Collected Their Own Contribution And Built A Bridge.

જાત મહેનત જીંદાબાદ:ઉનાના ઉમેજ ગામમાં તંત્ર દ્વારા નદી પર પુલ ન બનાવતાં ગ્રામજનો જાતે ફાળો ઉઘરાવી પુલ બનાવી દીધો

ઉનાએક મહિનો પહેલા
જેસીબી વડે નદી પર કાચો રસ્‍તો બનાવવાની ચાલી રહેલ કામગીરી
  • ખેડૂતોને ગામમાં આવવા માટે જીવના જોખમએ નદી ઓળગવી પડતી હતી

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામમાંથી રાવલ નદી પસાર થાય છે. ચોમાસાના ચાર મહિના રાવલ નદીમાં સતત પાણી વહેતું હોવા છતાં નદી ઉપર પુલ ન હોવાને કારણે ઉમેજ ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો પરીવારોને ગામમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા આવવા જવા માટે જીવના જોખમે નદી પાર કરવી પડે છે. રાવલ નદી પાર કરીને વાડી વિસ્તારના ખેડૂતો ગામમાં જઈ શકે તે માટે છેલ્લા ચાર વર્ષથી પુલ બનાવવા અંગે તંત્રને રજૂઆત કરતા હતા. તેમ છતાં તંત્રએ ધ્યાન ન આપતા ઉમેજ ગામના લોકો અને ખેડૂતોએ લોકફાળો કરીને જાત મહેનતે નદી ઓળંગી શકાય તે માટે નદી પર કાચો રસ્તો મોટા મોટા પથ્થરો તેમજ ભૂંગળા નાખી બનાવ્યો છે.

કાચો રસ્‍તો બનાવવાની કામગીરી કરતા ગ્રામજનો અને ખેડૂતો
કાચો રસ્‍તો બનાવવાની કામગીરી કરતા ગ્રામજનો અને ખેડૂતો

આ કામગીરીમાં થયેલા ખર્ચ માટે એક ખેડૂત ખાતેદાર દીઠ રૂ.300 નો ફાળો ઉઘરાવીને ટ્રેક્ટર, જેસીબી સાથે રાખીને કાચા પુલ જેવો રસ્તો તૈયાર કર્યો છે. ઉમેજ ગામમાં શાળા આવેલી હોવાથી ચોમાસાના ચાર મહિના બાળકો પણ જોખમ લઈ રાવલ નદી પાર કરીને અભ્યાસ અર્થે મજબૂરીવંશ ગામમાં જવુ પડે છે.

સરપંચ સભ્ય તેમજ ગામના 30 જેટલા લોકો વહેલી સવારથી મહેનત કરી નદી પર રસ્તો તૈયાર કર્યો છે. આ કામગીરી પાછળ અંદાજે રૂ. 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થશે. જેને પહોંચી વળવા પ્રત્યેલ ખેડૂતો દીઠ રૂ.300 ઉઘરાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...