ઘર બેઠા જ મતદાન:ઊનામાં કર્મીઓ મત કૂટીર સાથે દિવ્યાંગ અને વૃદ્ધોના ઘરે પહોંચ્યા

ઊના14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પથારીવશ 94 વર્ષિય વૃદ્ધ, દિવ્યાંગ મહિલાએ ઘર બેઠા જ મતદાન કર્યું

ગુજરાત વિધાનસધાની ચુંટણીનું મતદાનની શરૂઆત ચુંટણી અધિકારીઓએ કરી દીધી છે.ગઇકાલે કર્મચારી, સ્ટાફ દ્રારા મતદાન કરાયુ હતું. અને આજે દિવ્યાંગ અને 80થી વધુ વય ધરાવતા મતદારોનું મતદાન કરાવવા ઘરે ઘરે ચૂંટણી અધિકારી, બીઆરએલઓ અને પોલીસ ચૂંટણી નિરીક્ષકોના સ્ટાફની ટીમ મતદારો સુધી પહોંચી મતદાન કરાવ્યું હતું.

ઊના 93 વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસે.ના થનાર છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા આ વખતની ચૂંટણીમાં 24 નવેમ્બરનાં રોજ દિવ્યાંગ તેમજ 80થી વધુ વય ધરાવતા પથારીવસ લોકો કે જે ચાલી શકતા ન હોય અને બિમાર હોય એવા મતદારોના ઘરે અધિકારીઓ બેલેટ પેપર પેટી લઈને પહોંચ્યા હતા. અને મત કુટીર ઉભું કરાયું હતું.

જેમાં ઊના શહેરમાંથી દિવ્યાંગ હર્ષાબેન રામજીભાઈ મેવાડા (ઉ.વ.43), ગોકુળદાસ ગોવિંદજી છગ (ઉ.વ.94), પાર્વતીબેન જમનાદાસ ટીલવાણી (ઉ.વ.86) સહિત મળી કુલ 252 મતદારોના ઘરે પહોંચી મતદાન કરાવવામાં આવ્યું હતું. } તસવીર - જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...