તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઉનામાં ટ્રકે પાછળથી બાઈકને અડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત

ઉના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પતિ-પત્ની બાઈક પર ઘરે સનખડા ગામ આવી રહેલ ત્યારે અકસ્માત થયો

ઉનાના ટીંબી ગામથી પોતાના ઘરે સનખડા ગામ બાઈક પર જઈ રહેલા પતિ - પત્નીના બાઈકને પુરપાટ આવતા ટ્રકે પાછળથી અડફેટે લઈ અકસ્માત થયો હતો. અકસ્માતમાં પતિની સામે જ પત્નીનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજતાં અરેરાટી પ્રસરી ગઈ હતી. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતોનુસાર ઉનાના સનખડા ગામે રહેતા જયવંતભાઇ ગોહીલ તેમના પત્ની કૈલાશબા સાથે સાંજના સમયે તાલુકાના ટીંબી ગામ તરફથી પોતાના ઘરે સનખડા ગામ તરફ જય રહ્યા હતા. ત્યારે રસ્તામાં પાછળથી ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઈક સવારમાં પતિ-પત્ની ફંગોળાઇ રસ્તા પર પટકાયા હતા.

ફંગોળાઇ રસ્તા પર પટકાતાં કૈલાશબાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેણીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ જયવંતભાઇને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે 108 સેવાની એમ્બ્યુલન્સ મારફત હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતા. આ અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફીક જામ થઈ ગયેલ હતો. આ અકસ્માત અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો