સામસામી ફરિયાદ:નાની મોણપરી ગામે વાડીના રસ્તે ચાલવા મુદ્દે કુહાડી ઝીંકી

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બદક ગામની સીમમાં ખેતરમાં ટ્રેક્ટરથી ખેડ કરવા બાબતે માર માર્યો, સામસામી ફરિયાદ

વિસાવદર પંથકના નાની મોણપરી ગામે રહેતા સમીરભાઈ મથુરભાઈ સતાશીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને વાડીના રસ્તે ચાલવા મુદ્દે મનદુ:ખ ચાલતુ હોય જેથી ગોરધનભાઈ ગોકળભાઈએ કુહાડીનો એક ઘા મારી ઈજા પહોંચાડી હતી. તેમજ સમીરભાઈના પિતાને અશોકભાઈ અને સંજયભાઈએ પકડી રાખી વિઠ્ઠલભાઈ ગોકળભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો.

તેમજ માર મારવાની ધમકી આપી હતી. જ્યારે અન્ય એક બનાવમાં શામજીભાઈ વિરજીભાઈ ડેડાણીયાએ વિસાવદર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ ભુટાભાઈના ખેતરમાં ટ્રેક્ટરની ખેડ કરવાની હોય જેથી બે દિવસ પહેલા ભુટાભાઈએ શામજીભાઈને ખેડ કરવાનું કહ્યું હતું. જેથી શામજીભાઈએ થોડા દિવસ પછી આવીશ.

એવી કહેતા જે બાબતનું મનદુ:ખ રાખી જીકાભાઈ કાનાભાઈ મોરવાડીયા અને ભુટાભાઈ કાનાભાઈ મોરવાડીયાએ ગાળો ભાંડી લાકડી વડે માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જ્યારે જીકાભાઈ કાનાભાઈ મોરવાડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ જીકાભાઈના ભાઈએ શામજીભાઈ ડેડાણીયાને ખેતરમાં ટ્રેક્ટરથી ખેડ કરવાનું કહેતા તેણે ના પાડી હોય જેથી જીકાભાઈએ કહ્યું હતું કે, હું બીજા ટ્રેક્ટરથી ખેડ કરાવી લઈશ. એ બાબતનું મનદુ:ખ રાખી ગાળો ભાંડી, લાકડી વડે માર મારતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...