તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુતરાનો આતંક:ઉપરકોટ વિસ્તારમાં 4 દિમાં 8 ને કુતરાએ બચકાં ભર્યા

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુતરાના વધતા આતંકથી લોકોમાં ભયનો માહોલ

જૂનાગઢ શહેરમાં રખડતા, ભટકતા કુતરાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આવા કુતરા અનેક લોકો પર હુમલા કરતા હોય લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. દરમિયાન ઉપરકોટ વિસ્તારમાં જ માત્ર 4 દિવસમાં 8 લોકોને કુતરાએ બચકા ભરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મામલે મનપા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોમાંથી રોષ સાથે માંગ ઉઠી રહી છે.

જૂનાગઢ શહેરના જુુદા જુદા વિસ્તારોમાં કુતરાઓનો આતંક વધી રહ્યો છે. ખાસ કરીને અનેક ગલીઓમાં રાત્રીના સમયે લોકોને પસાર થવું મુશ્કેલ બની જાય છે. અગાઉ પણ અનેક બાળકોને કુતરાના ટોળાએ બચકાં ભરી લીધાના બનાવો બન્યા છે. આ ઉપરાંત ખાસ કરીને ટુવ્હિલ ચાલકો પાછળ દોટ મૂકતા અનેક વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બન્યા છે. હવે આ રંજાડ માઝા મૂકી રહી છે.

દરમિયાન શહેરના ઉપરકોટ વિસ્તારમાં માત્ર 4 દિવસમાં 8 લોકોને કુતરાએ બચકા ભરી લેતા આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. અવાર નવાર કુતરાઓ લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત બનાવે છે. આવા રખડતા, ભટકતા કુતરાની સંખ્યા પણ વધી ગઇ છે. ત્યારે આવા બનાવો વધતા અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો