તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવજોની લટાર:જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં પશુઓના તબેલામાં ત્રણ સિંહો ઘુસી જતા ફફડાટ, કોઈ વ્યક્તિએ અદભુત દ્રશ્યો કેદ કર્યા

જૂનાગઢ3 મહિનો પહેલા

જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના જંગલ નજીકના રહેણાક વિસ્તારમાં છાશવારે દેશની શાન સમા સિંહ સાગમટે આવી પહોંચતા હોય છે. જેના વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયામાં વાઈરલ થાય છે. તાજેતરમાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં ત્રણથી ચાર જેટલા સાવજો એક તબેલામાં આવી ચડે છે. તબેલામાં પશુઓ બાંધેલા હોય છે એ જ સમયે સાવજો આવી ચડતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એ સમયે ત્યાં હાજર કોઇ રહિશે આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.

આજે સોશીયલ મીડિયામાં વાયરલ થયેલા અદભુત વીડિયોમાં ત્રણ સિંહો કોઈ ખેતરના પશુ તબેલામાં અંદર ઘુસી જઈ અંદર આંટા ફેરા કરી રહેલ જોવા મળતા હતા. આ સમયે એક બાજુ પશુ તો સામેની સાઈડમાં સિંહો આંટા ફેરા મારતા જોવા મળે છે. ધોળા દિવસે સિંહો તબેલામાં ધુસતા એક તબકકે ફફડાટ પ્રસર્યો હતો. આ વાયરલ વીડિયો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારનો વીડિયો હોવાનું જાણકારો અનુમાન વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...