• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In The Rural Area Of Gir Somnath District, 11 Lions Were Seen Walking Along The Road At The Same Time, The Whole Incident Was Captured On Camera.

સાવજોની શાહી સવારી:ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા વચ્ચે એક સાથે 11 સિંહો ટહેલતા જોવા મળ્યાં, સમગ્ર ઘટના કેમેરામાં કેદ

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • રસ્તા વચ્ચે સિંહોની લટાર જોવા મળતા સિંહો પર અકસ્માતનો ખતરો
  • ખોરાક તેમજ પાણીની શોધમાં વારંવાર સિંહો ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યા છે

કાળઝાળ ગરમીમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓ વારંવાર ખોરાક અને પાણીની શોધમાં જંગલ છોડી રેવન્યું વિસ્તારમાં આવતા હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં જંગલ બોર્ડર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર એક સાથે 11 સિંહો ટહેલતા જોવા મળ્યા હતા. રાહદારીએ આ સમગ્ર ઘટનાને મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી. જેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા વચ્ચે એક સાથે 11 સિંહો જોવા મળ્યાં છે. આ રસ્તા પર અકસ્માતનો સતત ભય રહેતો હોય છે. ત્યારે જો કોઈ પૂરપાટ ઝડપે વાહન ચાલક આવે તો આ સિંહો પર અકસ્માતનો ખતરો રહેલો છે. જેને લઈ વન વિભાગ આ દિશામાં કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. ઉનાળાની સીઝનમાં કાળઝાળ ગરમી વચ્ચે ગીર જંગલમાં રહેતા સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓ વારંવાર બોર્ડર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.

સિંહો આરામથી લટાર મારી રહ્યા હોવાનું જોવા મળ્યું
એક સાથે સિંહોના ટોળા રસ્તા પર ટહેલતા હોવાના દ્રશ્યો કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતો. હાલ આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક સાથે 11 સિંહો રસ્તા પર આરામથી લટાર મારી રહ્યા હોવાનું જોવા મળી રહ્યુ છે. આ વીડિયોમાં જોવા મળતો વિસ્તાર ગીર જંગલની બોર્ડરની આસપાસના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું જાણકારો અનુમાન લગાવી રહ્યા છે.

ટોળામાં ફરી રહ્યા છે ગીરના સિંહો
ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા સમય દરમિયાન અનેક વખત સિંહોની આવી જતા જોવા મળ્યા છે. ત્યારે વધુ એક વખત એક સાથે 11 સિંહોનું ટોળું રસ્તા પર લટાર મારી રહ્યુ હોવાનું જોવા મળ્યું છે. જાણકારોના મતે જંગલમાં ગરમીના કારણે અકળાઈને સિંહો ખોરાક અને પાણીની શોધમાં રેવન્યુ વિસ્તાર તરફ આવી રહ્યા છે. તેવી જ પરિસ્થિતિના કારણે 11 સિંહો જંગલમાંથી રેવન્યુ વિસ્તારના મુખ્ય રસ્તા પર આવી લટાર મારી રહ્યા છે. વીડિયોમાં દેખાતું સ્થળ ગીર જંગલની બોર્ડર આસપાસના ગ્રામ્ય વિસ્તારનો કોઈ રસ્તો જણાઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સિંહો રસ્તા પર આરામથી ચાલી આગળ જઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...