જૂનાગઢમાં ધોબી સમાજની દિકરીના પુન: લગ્ન કરાવી ઘર વપરાશની 72 વસ્તુનો કરિયાવર આપી તેને વિદાય અપાઇ હતી. આ અંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાએ જણાવ્યું હતું કે,ધોબી સમાજની એક દિકરીના લગ્ન થયા હતા પરંતુ તેના પતિનું અવસાન થયું હતું. બાદમાં આ દિકરીના પુન: લગ્ન કરવાયા હતા. આ તકે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આદર્શ લગ્ન કરાવાય છે તે રીતે લગ્ન કરાવી અપાયા હતા. સાથે દાતાઓના સહયોગથી 72 વસ્તુનો ઘર વપરાશનો કરિયાવર આપી તેને વિદાય અપાઇ હતી.
આ તકે ધીરૂભાઇ ગોહિલ,રમણીકભાઇ, અનિલભાઇ ચાવડા, ચંદ્રિકાબેન, દક્ષાબેન, રીટાબેન, છોટુભાઇ રાજા,પ્રજ્ઞેશભાઇ વાજા, લક્ષ્મણભાઇ સોલંકી, અનિલભાઇ ગોહેલ, ડો. સુશીલ કુમાર, જેન્તીભાઇ બ્રહ્માણી, રોનકભાઇ વાજા, પરશુરામભાઇ ચૌહાણ, બટુક બાપુ, પ્રવિણભાઇ જોષી, ભગવાનજીભાઇ વાજા તેમજ ધોબી યુવક મંડળના આગેવાનો, ટ્રસ્ટી, કારોબારી સભ્યો તેમજ દાતાઓએ ઉપસ્થિત રહી દંપત્તિને આશિર્વાદ આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.