સફળતા:પોલીસ ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટીમાં ખોરાસાના યુવાનોનો ડંકો, 30 સફળ થયા

માણેકવાડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેખિતમાં સારા માર્ક સાથે ઉત્તીર્ણ થઈ ફરજ પર જવાનું સ્વપ્ન સાકાર કરીશું : ઉમેદવાર

હાલ પોલીસમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.અને શારીરિક કસોટી ચાલી રહી છે. જેમાં અનેક યુવાનો ગ્રાઉન્ડ પાસ કરવામાં સફળ થયા છે. અને હવે લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે જ વંથલી પંથકના ખોરાસા ગામની વાત કરીએ તો અત્યાર સુધીમાં 30 યુવાનો ગ્રાઉન્ડ પાસ કરી ચુક્યા છે હજુ 15 જેટલા ઉમેદવારો બાકી છે જે પણ ઓછા સમયમાં આ પરીક્ષા પાસ કરી જ લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. 30 માંથી 10 યુવાનો એવા છે જેમને 21 મિનિટની અંદર જ પરીક્ષા પાસ કરી હતી.

25 થી વધુ યુવાનો ફરજ પર
આ ગામમાં હાલ 25 થી વધુ યુવાનો પોલીસમાં ફરજ બજાવી રહ્યાં છે. જેમાં 1 પી.આઈ, 2 પીએસઆઇ, 2 એએસઆઈ અન્ય કોન્ટેબલમાં ફરજ બજાવે છે. જ્યારે 15 થી વધારે યુવાનો આર્મી અને સીઆઈએસએફ માં છે. તેમજ અન્ય વિભાગમાં ખાનગી સંસ્થા અને અન્ય સરકારી નોકરીમાં ઉચ્ચહોદા પર પણ આ ગામના યુવાનો ફરજ બજાવી રહ્યાં છે. તેમ નિરૂભાઈ ચાવડાએ જણાવ્યું હતું.

કર્મીઓનું સતત માર્ગદર્શન
પોલીસની શારીરિક કસોટી પાસ કરનાર યુવાને ને હાલ પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મીઓ દ્રારા સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...