તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરસિંહ મહેતા યુનિવર્સિટી:ઓનલાઇન સર્વેમાં 78 % છાત્રોએ કહ્યું, ઓફલાઇન પરીક્ષા લો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 સેશનમાં 79 કેન્દ્રો પર 13,423 છાત્રો આપશે પરીક્ષા

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા 7 જૂલાઇથી ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાને લઇ તૈયારી શરૂ કરી દેવાઇ છે. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પરીક્ષા ઓનલાઇન યોજવી કે ઓફલાઇન તે અંગે યુનિર્વસિટી દ્વારા ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 78 છાત્રોએ ઓફલાઇન પરીક્ષા લેવાની તરફેણ કરી હતી.

પરિણામે હવે 7 જૂલાઇથી યુજી સેમેસ્ટ 5(પુરક), પીજી અને બીએડના સેમેસ્ટર 2 અને 4 તેમજ એલએલબી, બીએમ 1 ની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 2 સેશનમાં 79 કેન્દ્રો પર કુલ 13,423 છાત્રો પરીક્ષા આપશે. પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ 17 જૂલાઇથી બીજા તબક્કાની યુજી સેમેસ્ટર 6, એલએલબી સેમેસ્ટર 4, બીએ, બીકોમ સેમેસ્ટર 2 અને 4ના એક્ષ્ટર્નલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, સેનેટાઇઝનો ઉપયોગ કરવો વગેરે કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...