તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાશકારો:ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આફતમાં જૂનાગઢના 3 લોકો, ત્રણેય સલામત હોઇ મદદની જરૂર નથી

જૂનાગઢ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આફતમાં જૂનાગઢના 3 વ્યક્તિ ફસાયા છે. જોકે, ત્રણેય હાલ સહિ સલામત હોય તેને મદદની કોઇ જરૂર ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ ઉત્તરાખંડમાં કુદરતી આફતના કારણે અનેક લોકોના મૃત્યું થયા છે તેમજ હજુ અનેક લોકો લાપત્તા રહ્યા છે. દરમિયાન ઉત્તરાખંડની આફતમાં ફસાયેલા લોકો માટે સરકાર દ્વારા કોન્ટેક કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.

ત્યારે જૂનાગઢના વૃંદા મેચા, સિયા તવેથીયા અને ઋતુ શંકર નામના 3 પ્રવાસીઓ અમદાવાદની એનજીઓ સાથે ઉત્તરાખંડના અનાલામાં ટ્રેકીંગ માટે ગયા છે. દરમિયાન હાલ નેટવર્ક પ્રોબ્લેમ્સના કારણે તેમના નંબર પર કોન્ટેક થઇ શક્યો નથી, પરંતુ તમામ 3 વ્યક્તિઓ તેમના પિતા સાથે સહિસલામત છે અને તેને કોઇ મદદની જરૂર ન હોવાનું જિલ્લા વહિવટી તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો