તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક કભી સાધારણ નહીં હોતા:કોરોના મહામારીમાં જૂનાગઢ જિલ્લાના શિક્ષણ પરીવારે અનેકવિધ સેવા કાર્યો કરી માનવતાં બતાવી

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નેશ વિસ્તારમાં શિક્ષણ આપતા શિક્ષકો - Divya Bhaskar
નેશ વિસ્તારમાં શિક્ષણ આપતા શિક્ષકો
  • કોરોનાના કપરાકાળમાં રક્તદાન કેમ્પ, વેક્સિનેશન,રાશનકીટ વિતરણ સહિત અનેક મદદ કરી
  • જિલ્‍લાના શિક્ષકોએ એક દિવસના પગારની રૂ.72.36 લાખની રકમ મુખ્‍યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરી

કોરોનાની મહામારીને એક વર્ષથી વધુ સમયગાળો વિતી ગયો છે. ત્‍યારે કોરોનાના કપરાકાળમાં જૂનાગઢ જિલ્લા શિક્ષણ પરીવાર દ્વારા અનેકવિધ પ્રેરણારૂપી કામગીરી કરવામાં આવી છે. જેમાં રક્તદાન કેમ્પ, વેક્સિનેશન, લોક સંપર્ક, રાશનકીટ વિતરણ, શાળામાં આઇસોલેશન સહિતની કામગીરી સાથે જિલ્લાના તમામ શિક્ષકોએ પોતાનો એક દિવસનો પગાર રૂ. 72.36 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્‍યા હતા. જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, ડીડીઓ પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા કોરોનાની મહામારીમાં વિવિધ પ્રેરણાદાયી કામો કર્યા છે. જેમાં દર્દીઓ માટે તાલુકા કક્ષાએ રકતદાન કેમ્પનું આયોજનો કરી અત્યાર સુધીમાં 2013 રકતની બોટલો એકત્રિત કરી છે.

વધુમાં કોરોનાની વેક્સિન લેવા માટે લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર જીલ્‍લા શિક્ષણ વિભાગના 4657 કર્મચારીઓએ વેક્સિન લઇ સંદેશો આપ્‍યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટકાર્ડ અભિયાન થકી લોકોને વેક્સિન લેવા પ્રેરક સંદેશો આપવાની કામગીરી કરી હતી. જિલ્લાની 179 શાળાઓમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા હતા. જેથી લોકો કોરોના સામે જંગ જીતી શકે અને કોવિડ કેર સેન્ટર માટે શિક્ષકો દ્વારા ફંડ પણ આપવામાં આવેલ હતુ. તો સાથે કોરોનાની મહામારીમાં જરૂરીયાતમંદ લોકોને રાશનકીટનું પણ વિતરણ કરી સામાજીક જવાબદારી નીભાવી હતી.

આ ઉપરાંત સરકાર અને લોકોની મદદ માટે જિલ્લાના શિક્ષકોએ 01 દિવસના પગારની રકમ રૂ.72.36 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્‍યા હતા. જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વિસાવદર અને ભેંસાણ તાલુકામાં આવેલ કુલ 20થી વધુ નેશ વિસ્તારમાં રહેતા પરિવારોના 300થી વધુ બાળકોના શિક્ષણ માટે શિક્ષણ વિભાગની ટીમના અથાગ પ્રયત્નોથી નેશ વિસ્તારમાં ટીવી અને ડીડી ડીટીએચ ડીશની વ્યવસ્થા કરી આપી હતી. તેમજ બાળમિત્રોની નિમણૂંક કરી દરરોજ બાળકોને તેમના ઘરે જ ફળીયામાં શિક્ષણ પુરૂ પાડ્યું હતુ. આમ, કોરોના મહામારીમાં જૂનાગઢ જિલ્‍લાના શિક્ષણ પરીવારે શિક્ષક કભી સાધારણ નહિ હોતાની કહેવતને અનેક રીતે સેવાકીય કાર્યો કરી સાર્થક કરી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...