નિમણુંક:ગોધરાના કુલપતિની નિમણુંક કમિટીમાં પ્રો. ચેતન ત્રિવેદીનો સમાવેશ

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીની આગવી ઓળખ પ્રસ્થાપિત

ગોધરાનાં કુલપતિની નિમણુંક કમિટીમાં જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ પ્રોફેસર ડો.ચેતન ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગોધરાની ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. પ્રતાપસિંહ ચૌહાણનો ત્રણ વર્ષનો કાર્યકાળ આગામી મહિનામાં પૂર્ણ થનાર છે.

ત્યારે જોઇન્ટ બોર્ડ ઓફ વાઇસ ચાન્સેલર્સ કમિટીમાં સર્ચ કમિટીની બનાવાઇ છે. ત્રણ સભ્યોની કમિટીમાં જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીનો સમાવેશ થયો છે. ખાસ કરીને પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ શિક્ષણ, વિદ્યાર્થી તેમજ સમાજલક્ષી કરેલી સેવાકીય પ્રવૃત્તિને ધ્યાને રાખી આ નિમણુંક કરાઇ છે. આ રીતે તેમની પસંદગીથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની એક આગવી ઓળખ પ્રસ્થાપિત થઇ છે. ત્યારે ગોધરાના કુલપતિની નિમણુંક કમિટીમાં તેઓ હવે પોતાની જવાબદારી નિભાવશે.

અન્ય સમાચારો પણ છે...