બેઠક:તાલાલા તાલુકા પંચાયતની સાધારણ સભામાં ગરીબોને 100 ચો.વારના પ્લોટ આપવાનું આયોજન કરાયુ

તાલાલા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાલુકા પંચાયતની મળેલ બેઠક - Divya Bhaskar
તાલુકા પંચાયતની મળેલ બેઠક
  • તૌકતે વાવાઝોડાથી થયેલા નુકશાનની સહાયથી વંચિત તાલુકાના ખેડૂતો માટે ત્વરીત કાર્યવાહી કરવા તાકીદ કરાઈ

ગીર સોમનાથની તાલાલા તાલુકા પંચાયતની સાધારણ સભા પ્રમુખ રામસીભાઈ પરમારના અધ્યક્ષ સાથાને સભાખંડમાં મળી હતી. આ બેઠકમાં ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તથા તાલુકા પંચાયતના તમામ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં ટીડીઓ આર.વી.ઓડેદરા, અધિકારી ચિરાગ પુરોહિત હાજર રહ્યા હતા.

આ બેઠકમાં તાલાલા પંથકના વિવિધ ગામોમાં રહેતામકાન વિહોણા ગરીબ પરીવારોને ઘરનું ઘર બનાવવા 100 ચોરસ વારના પ્લોટ આપવાના નિર્ણય લઇને લેન્ડ કમિટી પહેલા કાર્યવાહી પુરી કરવા તથા તૌકતે વાવાઝોડા સહાયથી વંચિત ખેડૂતોને સમયસર સહાય આપી ઉપયોગી થવાની કામગીરી પુરી કરવા તાકિદ કરવામાં આવી હતી. ગીરના જંગલમાંથી આવી ગુંદરણ ગીર ગામે નવી વસાહત પ્રેમનગર ખાતે વસવાટ કરેલ માલધારી પરિવારોના રહેણાંક મકાનોની સનદ અને 2-નંબરની નકલોથી લાંબા સમયથી વંચિત હોય આ કામગીરી ઝડપથી પુરી કરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

વધુમાં તાલાલા પંથકમાં દાતાઓના સહકારથી વતન પ્રેમ યોજના હેઠળ ગીરના ગામડાઓમાં કાયમી સંભારણું બની રહે તેવા લોક સુખાકારીના વિકાસ કામો કરવાની કામગીરીને અગ્રતા આપવા તથા અરજદારોએ લાગુભેણી માટે કરેલ માંગણીના પ્રકરણો અરજદારોની માંગણી પ્રમાણે વહેલી તકે સુખરૂપ નિવારણ કરી આપવા સહિત તાલાલા પંથકના સર્વાંગી વિકાસ તથા લોક સુખાકારીના વિવિધ પ્રશ્નો અંગે આ બેઠકમાં નિર્ણયો કરવામાં આવેલ હતા.

અન્ય સમાચારો પણ છે...