11 સિંહોનાં ટોળાંની મજ્જાની લાઇફ / જૂનાગઢના જંગલમાં લીલાછમ ઘાસની ચાદરમાં વનરાજ મુક્ત મને વિહરી રહ્યાં છે

લીલાછમ ઘાસની ચાદરમાં રમી રહેલા 11 સિંહ.
લીલાછમ ઘાસની ચાદરમાં રમી રહેલા 11 સિંહ.
X
લીલાછમ ઘાસની ચાદરમાં રમી રહેલા 11 સિંહ.લીલાછમ ઘાસની ચાદરમાં રમી રહેલા 11 સિંહ.

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 05:18 AM IST

જૂનાગઢ. વરસાદ થતાં જંગલમાં વનરાજી ખીલી ઊઠી છે. લીલાછમ ઘાસની ચાદર પથરાઇ ગઇ છે ત્યારે વનરાજ પણ આ વનરાજીમાં મુક્ત મને વિહરી રહ્યાં છે. સિંહ પરિવારની આ તસવીર જોઇ કવિ હૃદયમાંથી આ શબ્દો સરી પડે કે... વનરાજી જોઇ થયા રાજી વનરાજ, છોડી રૂવાબ બાળક થઇ આળોટ્યા સૌ સાથ. આ તસવીર ડીસીએફ સાસણગીરએ ટ્વીટ કરી છે અને લખ્યું છે કે, સૌરાષ્ટ્રમાં સિંહ મુક્ત મને ફરતા હોય છે. લોકોનો સહકાર અને અસરકારક સંચાલનનાં કારણે તેમની વસ્તી 674એ પહોંચી છે.

મચ્છરના ત્રાસથી સાવજોનું ડુંગરાળ વિસ્તારોમાં સ્થળાંતર
ગીર જંગલમાં વર્ષાઋતુના આગમન બાદ નદી-નાળાંમાં પૂરની સંભાવના વધી જતી હોય છે. પરિણામે સાવજોના આરામમાં ખલેલ પહોંચતી હોય છે. આથી આવા સમયે સિંહ ગીચતા અને ઘાસવાળા વિસ્તારો છોડી ડુંગરાળ અને ટેકરાવાળા વિસ્તારોમાં ચાલ્યા જાય છે. કારણકે, આવા વિસ્તારોમાં ખુલ્લી હવા સાથે પવનનું જોર પ્રમાણમાં વધુ હોય છે. જે તેને મચ્છરના ઉપદ્રવથી બચાવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી