વિવાદ:અગાઉ થયેલ ઝઘડાનાં મનદુ:ખમાં 3 શખ્સે છરીનાં હાથાથી માર માર્યો, રાવ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શહેરનાં હેઠાણ ફળીયા વિસ્તારનો બનાવ

જૂનાગઢમાં અગીયારેક માસ પહેલાં એક યુવાનનાં કાકા સાથે ડીશ કેબલ મુદ્દે થયેલ ઝગડાનું મનદુ:ખ રાખી આ યુવાન અને તેના ભાઈને ત્રણ શખ્સોએ છરીનાં હાથા વડે માર મારી ઈજા પહોંચાડતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢ શહેરનાં હેઠાણ ફલીયા, જૂની સિવીલ હોસ્પિટલ સામે રહેતા તૌફીકભાઈનાં કાકા નિશારભાઈ સાથે અગીયારેક માસ પહેલા ડીશ કેબલ બાબતે ઝગડો થયો હતો જે​​​​​​​નું મનદુ:ખ રાખી તૌફીક અને તેમના ભાઈ એઝાઝને મોહસીન શકીલ મહિડા, તૈહેસીન શકીલ મહીડા, અજુ જાવેદ મહીડા તમામ રહેવાસી જૂનાગઢનાંએ ઢીકાપાટુનો માર મારી છરીનાં હાથા વડે માથામાં અને કપાળનાં ભાગે ઈજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ 3 શખ્સ સામે એ- ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગેની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...