તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In The End, There Will Be An Official Announcement To Cancel The Girnar Parikrama, A Symbolic Parikrama Will Be Held In Consultation With The Monks And Saints To Maintain The Tradition.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ:અંતે ગિરનારની પરિક્રમા રદ કરવા સત્તાવાર જાહેરાત, પરંપરા જાળવવા સાધુ-સંતો સાથે પરામર્શ કરી પ્રતિકાત્મક પરિક્રમા થશે

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

કોવિડ-19 મહામારીને લીધે દર વર્ષે યોજાતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે બંધ રાખવાનો સત્તાવાર નિર્ણય આખરે જિલ્લા વહિવટી તંત્રએ લઇ લીધો છે. જોકે, પરંપરા જળવાઇ રહે એ માટે જિલ્લા વહિવટી તંત્ર સાધુ-સંતો સાથે પરામર્શ કરી સંતો અને આગેવાનોને સાથે રાખી પરિક્રમા અંગે નિર્ણય લેશે. પરિક્રમામાં 10 લાખથી વધુ શ્રધ્ધાળુઓ આવતા હોય રાજ્ય સરકારના જાહેરનામા, સામાજીક મેળાવડાઓ બંધ રાખવા, 200 વ્યક્તિથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ સહિતની બાબતોને આવરી લઇ કલેક્ટર, મ્યુ. કમિશ્નર, વનવિભાગના અધિકારીઓ અને એસપીની કોર કમિટીએ એવો નિર્ણય લીધો હતો કે, પરિક્રમા બંધ રાખવામાં આવશે. આ અંગે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, સાધુ-સંતો, અગ્રણી લોકો સાથે ચર્ચા વિચારણા કરી પ્રતિકાત્મક પરિક્રમા બાબતે હવે પછી નિર્ણય લેવામાં આવશે.

કોરોનાના ગ્રહણનાં કારણે પ્રથમવાર પરિક્રમા યોજાશે નહીં
ગરવા ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમાની પરંપરા આ વર્ષે તૂટી ગઈ છે. પાંચ દિવસ લોકો પ્રકૃતિના ખોળે જય ગિરનારીના નાદ સાથે જીવ અને શિવના મીલનની આ પરિક્રમા આદી અનાદી કાળથી યોજાઈ છે. જેમાં 8 લાખથી 10 લાખ લોકો ગિરનારના જંગલમાં લીલી પરિક્રમા કરે છે. પરંતુ આ વર્ષે પ્રથમ વખત કોરોનાના ગ્રહણના કારણે ગિરનારની પરિક્રમા મોકુફ રાખવામાં આવી છે.

દર વર્ષે 8થી 10 લાખ લોકો લીલી પરિક્રમા કરવા માટે આવે છે
પરિક્રમામાં આવતા 8થી 10 લાખ પરિક્રમાર્થીઓ માટે 150 જેટલા અન્નક્ષેત્રો ગિરનારમાં પરિક્રમા રૂટ પર સ્વ ખર્ચે સેવા આપવા આવે છે. તેઓ આ વર્ષે નહીં આવે તેવી તેઓએ અગાઉથી જાહેરાત કરી દીધી હતી. ખાસ કરીને હાલ દિવાળીના તહેવારોમાં લોકોની ભીડ થતા કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. કોરોનાના કેસમાં વધારો થતા સંક્રમણ સતત વધી રહ્યું હોવાનું જણાઇ રહ્યું છે. ત્યારે લાખોની સંખ્યામાં લોકો એકઠા થાય તો આ મહામારી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાને ધ્યાને લઇ લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી છે.

જૂનાગઢને આર્થિક નુકસાન
લીલી પરિક્રમાને કારણે લાખોની સંખ્યામાં ભાવિકો આવતા જૂનાગઢના અનેક ધંધાર્થીઓને આવક થતી હતી. કોરોનાના કારણે પરિક્રમા બંધ રહેતા જૂનાગઢીઓને આવક બંધ થતા આર્થિક નુકસાની પણ ભોગવવી પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો