• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In The Corona Ward Of The Government Hospital In Malia Hati, A Man Took Off The Oxygen Masks Of The Patients And Caused A Commotion.

હોસ્પિટલમાં દાદાગીરી:માળિયા હાટિના સરકારી હોસ્પિટલના કોરોના વોર્ડમાં એક શખ્સે દર્દીઓના ઓક્સિજન માસ્ક ઉતારી લઈ હંગામો મચાવ્યો

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
માળીયાહાટીના હોસ્પીટલ તસ્વીર - Divya Bhaskar
માળીયાહાટીના હોસ્પીટલ તસ્વીર
  • તબીબ અને સ્ટાફ સાથે ગેરવર્તન કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં આવેલી સરકારી હોસ્પિટલમાં વડીયા ગામના શખ્સએ આવી તબીબો તથા નર્સિંગ સ્ટાફ સાથે ગેરવર્તન કરી ગાળો આપી સારવાર હેઠળના કોરોનાગ્રસ્ત દર્દીઓના ઓકસીજન માસ્ક ઉતારી લઈ તબીબની ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે તબીબે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વધુ વિગત મુજબ જિલ્લાના માળીયાહાટીનામાં આવેલી સરકારી હોસ્પિટલ ખાતે ગઈકાલે બપોરના સમયે તબીબ તથા અન્ય સ્ટાફ હાજર હતા. ત્યારે માળીયાહાટીના તાલુકાના વડીયા ગામના કમલેશ ગોકળ જાદવ નામનો શખ્સ આવી હોસ્પિટલના કોરોના વોર્ડમાં આંટાફેરા કરતો હોય જેથી તબીબએ આંટાફેરા કરતા રોકતા તબીબ તથા સ્ટાફ સાથે ગે૨વર્તન કરી બેફામ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ઉત્પાત મચાવનાર શખ્સએ હોસ્પિટલમાં સારવાર હેઠળના કોરોનાગ્રસ્ત દર્દીઓના ઓકસીજન માસ્ક ઉતારી લઈ તબીબની ફરજમાં રૂકાવટ કરી હંગામો કર્યો હતો. જેથી એક તબકકે હોસ્પિટલમાં દર્દીઓમાં ભય પ્રસરી ગયો હતો. આ શખ્સ થોડો સમય હંગામો મચાવી હોસ્પિટલમાંથી નાસી ગયો હતો.

આ ઘટના બાદ માળીયાહાટીના સરકારી હોસ્પિટલના ડો.રવિભાઈ વીરાભાઈ શામળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વડીયા ગામના કમલેશ ગોકળ જાદવ સામે ફરજમાં રૂકાવટ સાહિની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ મહિલા પીએસઆઈ આંબલીયાએ હાથ ધરી છે. આ ઘટનાને લઈ આરોપી શખ્સને તાકીદે ઝડપી લઈ કડક સજા આપવા લોકો અને દર્દીઓના સગાઓમાંથી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...