તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોંગ્રેસમાં પ્રમુખ, મંત્રી સિવાયના હોદ્દા રદ

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સ્વરાજ્યની, મનપાની ચૂંટણીના પરિણામ બાદ નિર્ણય
 • િજલ્લા કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર: આગામી સમયમાં પ્રદેશ સમિતીના આદેશ બાદ નવી વરણી

જૂનાગઢ જિલ્લા સહિત તાલુકા કોંગ્રેસના પ્રમુખ, કાર્યાલય મંત્રીને બાદ કરતા બાકીના તમામ હોદ્દાને કોંગ્રેસે રદ કરી દીધા છે. હવે પ્રદેશમાંથી આદેશ થયા બાદ નવી વરણી કરવામાં આવશે. આ અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીના મહામંત્રી વી.ટી. સીડાએ જણાવ્યું છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ અમિતભાઇ ચાવડાની સૂચનાથી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકીયા દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લા સહિત તાલુકા કોંગ્રેસ સમિતીઓની કારોબારીઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે.

હાલ માત્ર જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકીયા, કાર્યાલય મંત્રીઓ તેમજ જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકામાં માત્ર પ્રમુખ અને કાર્યાલય મંત્રીઓના જ હોદ્દા ચાલુ રહેશે. તે સિવાય એનએસયુઆઇ, યુવક સિવાયના (સેલ) ફન્ટલ ડિપાર્ટમેન્ટના તમામ હોદ્દાઓ પણ રદ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પ્રદેશ સમિતીમાંથી ફરીવાર સૂચના થયા બાદ જિલ્લા સહિત તાલુકાઓમાં નવી કારોબારીની રચના કરવામાં આવશે.

ખાસ કરીને મહાનગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ ડેમેજ કન્ટ્રોલ કરવા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું કોંગ્રેસી કાર્યકરતાઓમાં ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો