• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In The Case Of The Murder Of A Youth Two Days Ago In Chudia Village Of Junagadh, Scheduled Caste People Surrounded The Collector's Office.

ન્યાયની માગ:જૂનાગઢના ખીજડીયા ગામે બે દિવસ પહેલા થયેલી યુવકની હત્યાનો મામલો, અનુસૂચિત જાતિના લોકોએ કલેકટર ઓફિસનો ઘેરાવ કર્યો

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યાના આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરવામાં આવી

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામમાં બે દિવસ પહેલા થયેલી એક યુવાનની હત્યાના ઘેરા પડઘા પડ્યા છે. આજે અનુસૂચિત જાતિના લોકોએ જૂનાગઢ કલેકટર કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આરોપીઓને ફાંસીની સજા આપવાની અને મૃતકના પરિવારજનોને સહાય આપવાની માગ કરવામાં આવી હતી.

હત્યારાઓને ફાંસીની સજા આપવાની માગ
ખીજડીયા ગામમાં યુવકની થયેલી હત્યા મામલે આજે લોકોનું એક ટોળું જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ઘસી આવ્યું હતું. અહીં ધરણા યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. હત્યા કેસના આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરવામાં આવી હતી. સમાજના લોકોએ મૃતકના પરિવારજનોને સહાય આપવાની માગ કરવામાં આવી હતી.

20થી વધુ છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી
મેંદરડા તાલુકાના ખીજડીયા ગામના વાડી વિસ્તારમાં જયસુખભાઈ મુછડીયા નામના 38 વર્ષીય યુવકની 20 જેટલા છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી. નાના એવા ગામમાં હત્યાનો બનાવ બનતા ગામમાં સોંપો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...