તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In The Case Of Removing 800 Trees And Building An Auditorium In Veraval, The Organization Said, "Give Us Space To Plant Trees," The CO Said, "The Government Has Not Given Land To Anyone."

નવો વળાંક:વેરાવળમાં 800 વૃક્ષ દૂર કરી ઓડિટોરિયમ બનાવવાનો મામલો, સંસ્થાએ કહ્યું-'અમને વૃક્ષો વાવવા જગ્યા આપી', COએ કહ્યું-'સરકારે કોઈને જમીન આપી નથી'

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલીકાની જગ્‍યા અને તેમાં ઉછેર થયેલ વૃક્ષો - Divya Bhaskar
પાલીકાની જગ્‍યા અને તેમાં ઉછેર થયેલ વૃક્ષો
  • 1990થી જમીનનો માલિકી હક પાલિકાનો હોવાનો પાલિકા તંત્રનો દાવો
  • ઓડિટોરિયમ બનાવવા વૃક્ષો મામલે નિયમોનુસાર કાર્યવાહી કરાશે-CO

વેરાવળ શહેરમાં 800 વૃક્ષો હટાવી તે સ્‍થળે રૂ.8 કરોડના ખર્ચે ઓડિટોરીયમ બનાવવાનો પાલિકાએ ઠરાવ કરી સર્વાનુમતે નિર્ણય કરેલ છે. જે અંગે વેરાવળ આર્ટ ઓફ લીવીંગ સંસ્‍થાએ જીલ્‍લા કલેકટર, પાલિકાના કમીશ્‍નર-ભાવનગર, જીલ્‍લા ભાજપ પ્રમુખ સહિતનાને આવેદનપત્ર પાઠવી ઓડિટોરીયમ બનાવવાનો ઠરાવ રદ કરવા માંગણી કરી છે. તો બીજી તરફ આ મામલે પાલિકા તંત્રએ જણાવેલ કે, ઓડિટોરીયમ વાળી 9 હજાર ચો.મી. જગ્‍યા 1990 થી પાલિકાની માલિકીની છે અને વૃક્ષોના પ્રશ્નો સરકારના માર્ગદર્શન અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

વેરાવળ આર્ટ ઓફ લિવીંગ સંસ્‍થાએ અઘિકારી-પદાઘિકારીઓને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, દસ વર્ષ અગાઉ જગ્‍યા વિકસીત કરવા પાલિકાએ સંસ્‍થાઓને આમંત્રણ આપી બોલાવેલ તે સમયે વેરાવળ આર્ટ ઓફ લીવીંગ સંસ્‍થાએ ઓડિટોરીયમ બનાવવાની જગ્‍યાએ વૃક્ષો વાવવા માટે તૈયાઇ થઇ હતી. ત્‍યારથી સંસ્‍થાના સેવકોએ વન વિભાગના માર્ગદર્શન હેઠળ 800 જેટલા વૃક્ષો વાવી તેનું યોગ્‍ય જતન કરી ઉછેરવાનું કાર્ય કરેલ છે. આ જ સ્‍થળે યોગ-ઘ્‍યાન પ્રશિક્ષણના કોર્ષ નિયમિત થાય છે. આ જગ્‍યા પર અનેક વૃક્ષોનો ઉછેર થયો હોય જેની ઉંમર આશરે 8 થી 10 વર્ષ થઇ ચુકી છે.

એક તરફ આ જગ્‍યા પર વર્ષો પહેલા પાલિકા વૃક્ષો વાવવા આમંત્રણ આપી બોલાવે છે અને હવે વિવિાદીત ઠરાવ કરી આ જગ્‍યા ફરીથી હસ્‍તગત કરવા વૃક્ષો દુર કરવાનું નકકી કરી કાયદા અને હકિકત વિરૂઘ્‍ઘનો ઠરાવ હોય જે રદ થવાને પાત્ર છે. આ જગ્‍યાવાળો વિસ્‍તાર રહેણાંકી હોય જયાં તમામ ચીજવસ્‍તુઓ મળતી હોવાથી અહીં શોપીંગ કોમ્‍પલેક્ષ બનાવવાનું કોઇ કારણ ન હોવા છતાં ફકત રાજકીય ઇશારે આર્થિક ઉપાર્જનના હેતુથી બાંઘકામ કરવાનો ઠરાવ કરાયેલ હોવાનો આક્ષેપ કરાયો છે.

આ જગ્‍યા પર ઉછેર કરાયેલ વૃક્ષોમાં અનેક પક્ષીઓ રહે છે જેના કારણે વાતાવરણ શુઘ્‍ઘ રહેતુ હોવાનીી સાથે વરસાદનું યોગ્‍ય નિયમન થાય છે.ત્‍યારે આવા કિંમતી વૃક્ષો કાપવાનો ગેરસમજણભર્યો નિર્ણય માનવજીવના હિતમાં ન હોવા છતાં ફકત રાજકીય ઇચ્‍છાની પુર્તતા માટે કરવામાં આવેલ છે. હાલની કોરોના મહામારીમાં ઓકસીજનનું શું મહત્‍વ છે તેથી સૌ કોઇ વાકેફ થયા છે. ત્‍યારે ઓકસીજન આપતા આશરે 800 જેટલા વૃક્ષો કાપવા અને તે જગ્‍યાએ કોન્‍ક્રીંટનું જંગલ ઉભું કરવાનો નિર્ણય વ્‍યાજબી નથી. જેથી ઠરાવ અંગે ફેરવિચારપા કરી રદ કરવા માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે.

કોઈ સંસ્થાને જમીન આપવામા આવી નથી-ચીફ ઓફિસર

તો બીજી તરફ આ મામલે પાલિકાના ચીફ ઓફીસર જતીન મહેતાએ જણાવેલ કે, તા.7-8-1990 ના રોજ ટીપી સ્‍કીમ નં.1 ફાઇનલ થતા શ્રીપાલ સોસાયટીની 9 હજાર ચો.મી. રીઝર્વડ જગ્‍યા પાલિકાની માલિકીની બની હતી. તે સમયે એ વિસ્‍તારમાં લોકોનો વસવાટ ઘણો ઓછો હોવાથી વર્ષો સુઘી આ જગ્‍યા પડતર રહી હતી. દરમ્‍યાન દસેક વર્ષ પહેલા આ જગ્‍યા પડતર હોવાથી ત્‍યાં તે વિસ્‍તાર સહિત અમુક નાગરીકોએ વૃક્ષો વાવેલ હતા. આ જમીન કોઇ સંસ્‍થા કે વ્‍યકિતને પાલિકાએ આપી નથી.

છેલ્‍લા થોડા વર્ષોમાં તે જગ્‍યા આસપાસનો વિસ્‍તાર વિકસેલ હોવાથી આઘુનિક સુવિઘાઓ ઉભી કરવા હેઠળ ઓડિટોરીયમ બનાવવાનો નિર્ણય કરેલ છે. જેના માટે રાજય સરકારએ સહમતિ આપી છે. તે જમીનમાં ઉછેર થયેલ વૃક્ષો બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...