સેવા પ્રવૃત્તિ:કડકડતી ઠંડીમાં ફૂટપાથ ઉપરના 180 ગરીબોને ધાબળા ઓઢાડ્યા

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢના શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટની દર વર્ષની જેમ શિયાળાની સેવા પ્રવૃત્તિ

શહેરમાં વર્ષભર અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ શિયાળામાં ગરીબોને ધાબળાનું વિતરણ કરાય છે. ત્યારે ચાલુ વર્ષે પણ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઇ રાવલની રાહબરીમાં ટીમના સભ્યોએ ધાબળાનું વિતરણ કર્યું હતું.

શહેરમાં સતત 2 દિવસ ફરી ફૂટપાથ પર સૂતેલા, ઝૂપડપટ્ટી, ભવનાથ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિવીલ હોસ્પિટલ પાસે રહેતા પરિવારોને 180 ધાબળાનું વિતરણ કરી કડકડતી ઠંડીથી બચાવવા પ્રયાસ કર્યો હતો. આ તકે દાતા એડવોકેટ આચાર્ય, કિશોરભાઇ જાનીનો સહકાર સાંપડ્યો હતો. ધાબળા વિતરણમાં કિશોરભાઇ ખંભોડિયા, આશિષ ભટ્ટ, પી. રાવલ, નિરવ રાવલ, નમન જાની, શૈલેષ ઉપાધ્યાય, હર્ષદ જાની, પરેશ જોષી, ઓમ જાની વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...