ગિરનાર સ્પર્ધામાં ઇનામની રાશિ બમણી મળશે:વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય કોરડીયા દ્વારા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામા ઇનામની રાશિની માંગણીને સ્વીકારાઈ

જુનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજય સરકારમાં લાંબા સમયથી થતી માંગણી, રજુઆતો અને દરખાસ્તો પરત્વે જૂનાગઢના ગિરનાર પર્વત પર યૌવન અને કૌશલ્યને પડકારતી એવી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની બંન્ને કેટેગરી રાજયકક્ષા તથા રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકોમાં વિજેતા બનતા સ્પર્ધકોને પુરષ્કાર રાશીમાં વધારો કરવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ, વિવિધ આગેવાનશ્રીઓ, શહેર ભારતીય જનતા પાર્ટી, વિવિધ રમત-ગમત પ્રવૃતિ સાથે સંકળાયેલી સંસ્થાઓ તથા વિવિધ પદાધિકારીઓ ધ્વારા રજુઆતો કરવામાં આવતી હતી, અને સૌ કોઇએ આ પુરષ્કાર રાશીમાં વધારો થાય તે માટે વિવિધકક્ષાએ રજુઆતો કરેલ હતી.

જેને લઈ વિધાનસભા ગૃહમાં આ બાબતે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા ધ્વારા આ બાબતે રજુઆત કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જીન સરકાર તથા રાજયની સંવેદનશિલ સરકાર ધ્વારા માત્ર 24 કલાકના સમયગાળામાં ગૃહમાં ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોની પુરષ્કાર રકમમાં વધારો કરવા રાજય સરકારે મંજુરી આપી સ્પર્ધકોને પ્રોત્સાહીત, ઉત્સાહમાં વધારો કર્યો છે. સ્પર્ધકો રમત-ગમત ક્ષેત્રમાં આગળ વધે તથા કૌશલ્યપુર્ણ, આશાસ્પદ અને યુવા તરવરાટને તેમના કૌશલ્ય પ્રદર્શનનું પુરતું બહુમાન મળે તે માટે રાજય સરકાર ધ્વારા ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાની ગૃહમાં રજુઆતને સ્વીકારી તમામ પુરષ્કાર રાશીમાં વધારો કરવાનો નિર્ણય કરેલ છે. આભને આંબવા અને ગિરનારને સર કરવા દોટ મુકતા સ્પર્ધકો તથા તેના વાલીઓ આ સ્પર્ધાને લઇને પુરા 1 વર્ષ સુધી મહેનત કરતા હોય છે ત્યારે આજસુધી આ સ્પર્ધાના અંતે વિજેતાઓને મળતી ઇનામી રાશીની રકમ જુજ હતી જે રકમમાં સત્વરે વધારો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...