ધાર્મિક:'માં' ધારેતો પોતાના સંતાનને અવિચળ પદ અપાવી શકે છે

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વામિનારાયણ મંદિરે ચાલતી ભાગવત કથામાં વક્તાએ કહ્યું
  • શ્રી કૃષ્ણ, શ્રી રામને જન્મ માં આપી શકે, સીતાજીને જન્મ ધરતી માં આપી શકે

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વ.ચેતનભાઇ મોહનભાઇ જાદવની પૂણ્ય સ્મૃતિમાં જાદવ પરિવાર દ્વારા ચાલતી શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં વક્તા નારાયણચરણદાસજીએ માં ના અદ્દભુત ચરિત્રનું વર્ણન કર્યું હતું. કથામાં ધૃવ ચરિત્ર વિષે સ્વામીજીએ કહ્યું હતું કે, એક માં ઈચ્છે તો પોતાના સંતાનને અવિચળ પદની પ્રાપ્તિ કરાવી શકે તેવું ઉત્તમ ઉદાહરણ એટલે ધ્રુવજી છે.

જેને આપણે ધૃવના તારા તરીકે પણ ઓળખીએ છીએ. માત્ર 5 વર્ષની ઉંમરે એક માં સિવાય બધાના ત્યાગનો ભોગ બનેલા ધૃવ બધાના આશીર્વાદ લઈને તપ કરવા માટે વનમાં જાય અને ત્યાંથી પરત ફરીને તપના પ્રતાપે અવિચળ પદને પ્રાપ્ત કરે છે. આ માંની સર્જન શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.

આજની કથાવાણીમાં શ્રોતાઓને તરબોળ કરતા નારાયણચરણદાસજીએ કહ્યું હતું કે, એક માં ભગવાન શ્રીરામે જન્મ આપી શકે, ભગવાન શ્રીકૃષ્ણની પણ જન્મ આપી શકે. પણ એક માં એટલે કે સીતાજીને જન્મ આપવો હોય તો એ ધરતી માં જ આપી શકે. આજના સમયમાં માતા-પિતાની ભૂમિકા ઉપર ખુબજ ગહન વક્તવ્ય સાંભળવા મળ્યું અને એના દ્વારા સ્પષ્ટ થયું કે, સંસ્કારનું મૂલ્ય અત્યંત મહત્વનું છે.

એક માં પોતાના સંતાનમાં ઉત્તમ સંસ્કારનું સિંચન કરે તો તેમના સંતાનો કળિયુગમાં પણ સમાજને ઉપયોગી બની શકે છે. ભાગવત સપ્તાહનાં કાર્યક્રમને સફળ બનાવવા મોહનભાઇ ઠાકરશીભાઇ જાદવ, ડો.શૈલેષ મોહનભાઇ જાદવ, ઋષિલ ચેતનભાઇ જાદવ અને જાદવ પરિવારનાં સભ્ય જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...