સારવાર:લીલી પરિક્રમાના 4 દિવસમાં 108એ 800ને સારવાર આપી, 4 ને વધુ સારવાર માટે સિવીલે ખસેડ્યા

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથું, સ્નાયુ, પગ, પેટના દુ:ખાવા, ઝાડા ,ઉલ્ટીની સમસ્યા

જૂનાગઢના ગિરનાર ફરતેની 36 કિમીની લીલી પરિક્રમાના રૂટ પર 108ની 6 એમ્બ્યુલન્સ સાથે 24 કર્મીઓને ફરજ પર રખાયા છે જેથી મુશ્કેલીમાં તુરત સારવાર મળી શકે. દરમિયાન આ અંગે 108ના જૂનાગઢ જિલ્લા અધિકારી વિશ્રૃત જોષીએ જણાવ્યું હતું કે, 15થી 18 નવેમ્બરના 4 દિવસમાં માથાના દુ:ખાવાની 300થી વધુ, પગ અને સ્નાયુ કે સાંધાના દુ:ખાવાની 300થી વધુ, પેટના દુ:ખાવાની 100થી વધુ અને ઝાડા ઉલ્ટીની 100થી વધુ મળી કુલ 800 કરતા વધુ ફરિયાદો મળી હતી.

આ તમામ લોકોને 108ના કર્મીઓએ સ્થળ પર જ સારવાર આપી હતી. જ્યારે 2 પરિક્રમાર્થી પડી જતા તેને ઇજા પહોંચી હોય પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સિવીલ હોસ્પિટલે ખસેડયા હતા. એજ રીતે શ્વાસની તકલીફ વધી જતા 2 ભાવિકોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સિવીલમાં ખસેડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...