કોરોના બેકાબૂ:સોરઠમાં મંગળવારે વધુ 47 કોરોનાની કેદમાં, 44 આઝાદ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લામાં કુલ કેસ 2719

સોરઠમાં કોરોના પીછો મૂકતો નથી. મંગળવારે વધુ 47ને કોરોનાની કેદમાં પુરાવું પડ્યું છે, જ્યારે 44ને કોરોનાથી આઝાદી મળી છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસનો આંક 2,719એ પહોંચ્યો છે. મંગળવારે આવેલા કેસ પર નજર કરીએ તો જૂનાગઢમાં વધુ 32 કોરોના પોઝિટીવ આવ્યા છે, જેમાંથી 17 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે કેશોદ તાલુકામાં 5, ભેંસાણ, મેંદરડા અને વંથલી તાલુકામાં 2 -2 કેસ તેમજ જૂનાગઢ, માણાવદર, માંગરોળ અને વિસાવદર તાલુકામાં 1 -1 કેસ નોંધાયો છે. દરમિયાન 32 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. આમ, જૂનાગઢમાં મંગળવારે 32 કોરોના પોઝિટીવ આવ્યા છે તો 32 સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થયા છે. જૂનાગઢ જિલ્લામાં હાલ 152 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 1,312 ઘરના 5,199 લોકોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...