તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર માટે ફાળો ઉઘરાવતા યુવાનો અપમાનિત:સોરઠમાં બીજા માટે ફાળો ઉઘરાવતા 60 યુવાનો રોજ થાય છે અપમાનિત

જૂનાગઢ9 દિવસ પહેલાલેખક: નિમીષ ઠાકર
  • કૉપી લિંક
  • મહિને 30-40 હજાર કમાતા યુવાનો પણ જૂનાગઢ-સોમનાથ હાઇવે પર ફાળા માટે ઉભે છે

જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર કેટલાક સ્થળોએ હાથમાં બેનર અથવા પોસ્ટર સાથે ઉભેલા યુવાનો હાથ ઉંચો કરી વાહનને રોકી ફાળો ઉઘરાવતા જોવા મળે. હાલ આ યુવાનો કોડીનાર તાલુકાના બાળક વિવાનની સારવાર માટે 16 કરોડના ઇન્જેક્શન માટે અપમાનિત થઇને પણ ફાળો ઉઘરાવે છે. આ અંગે માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામના ભરતભાઇ સોંદરવા કહે છે, અમારી સર્વસમાજની યુવા ટીમના 15 થી 16 યુવાનો સાથે અમે હાઇવે પર ઉભીએ. અમે વાહનો રોકી તેઓને ફાળા માટે સમજાવીએ ત્યારે ઘણા એવું કહે, આવું તો રોજ ચાલતું રહે છે.

તમે કેટલાકને મદદ કરશો. તો કોઇ તોછડાઇપૂર્વક કહે, હાલતા થાવ નથી દેવા. કોઇ તો અમને જોઇનેજ ફૂલ સ્પીડમાં ગાડી દોડાવી મૂકે. સરકારી, તમામ રાજકિય પક્ષનાં હોદ્દેદારોની ગાડી તો એકપણ નથી રોકાતી. મોંઘી લક્ઝરી ગાડી વાળા તો ગાડી રોકેજ નહીં. ક્યારેક કોઇ રોકે તોવળી 500 થી 1000 રૂપિયા ફાળો આપે. બાકી બાઇકવાળા, નાની મોટરકારવાળા સૌથી વધુ ફાળો આપે. કોઇ કારવાળા તો એમ કહી દે અમે ઓનલાઇન ફાળો આપી દીધો છે. જો ગાડીમાં કોઇ વૃદ્ધ હોય તો આશીર્વાદ પણ આપે.

અમારી જેમ અગતરાય બાયપાસ, ગળોદર ચોકડી, જૂથળ પાટિયા રામવાવ, ગડુ શેરબાગ આ સ્થળોએ અંદાજે 60 યુવાનો ફાળો એકઠો કરવા ઉભા હોય છે. એકંદરે 60 ટકા લોકો અપમાન કરે અને 40 ટકા લોકો ફાળો આપે. તો માળિયા હાટીનાનાજ કાણેક ગામના વિશ્વજીત યાદવ કહે છે, અમને ખરાબ અનુભવો ઓછા થયા છે.

એ વાત ખરી કે, મિડલ લેવલની ફોરવ્હીલ અને બાઇકવાળા ફાળો આપનારમાં સૌથી વધુ હોય છે. સાંસદના ભાઇએ 1 હજાર રૂપિયા ફાળો આપ્યો હતો. એકવાર વીજ કંપનીના કર્મચારીઓએ પણ ફાળો આપેલો. રીક્ષાવાળા તો પોતે ફાળો આપે અને મુસાફરને પણ વિનંતી કરે. અમારી ટીમમાં તો ધંધામાં મહિને 30 થી 40 હજાર કમાઇ લેવાવાળા યુવાનો પણ છે.

રાજકિય લોકો ફોટા પડાવી પોતે ઉભા રહ્યાનો દાવો કરે
ભરતભાઇ કહે છે, અમુક વખત તો રાજકિય લોકો અમારી સાથે ઉભા રહી ફોટો પડાવી તરત રવાના થઇ જાય. એક રૂપિયો પણ ફાળો ન આપે. અને પછી પોતાના સોશ્યલ મીડિયામાં એ ફોટામાં પોતે 2 કલાક સુધી ફાળો ઉઘરાવવા ઉભા રહ્યાનો દાવો કરે એવું પણ બનતું હોય છે.

સેવાનું પુણ્યફળ પણ અચૂક મળે વિશ્વજીત યાદવ કહે છે, આ સેવાનું પુણ્યફળ દરેકને મળે જ છે. મને ભાજપે માળિયા હાટીના તાલુકા યુવા પાંખનો ઉપપ્રમુખ બનાવ્યો. મારા માટે તો જીવનમાં આ કલ્પના બહારની સફળતા છે.

અન્ય સમાચારો પણ છે...