તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોટીવાત:સોરઠમાં 494 કેસ, 8ના કોરોનાથી મોત નિપજ્યા

જૂનાગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સીએમએ કહ્યું, કેસ સ્ટેબલ થયા છે, એટલું જ નહી વધવાના બંધ થઇ ઘટી રહ્યા છે ત્યારે જ સોરઠમાં કોરોના કેસમાં એક જ દિમાં 95નો વધારો, ડિસ્ચાર્જ 252 ઘટ્યા
 • કોરોના રસીકરણ જૂનાગઢ જિલ્લામાં 2,66,476ને કરાયું, 2,245 લોકો હજુ કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢમાં અધિકારી, પદાધિકારીઓ સાથે કોરોનાની સમિક્ષા બેઠક કરી હતી. ત્યાર બાદ જણાવ્યું હતું કે, કોરોનાના કેસ સ્ટેબલ થઇ રહ્યા છે. એટલું જ નહિ કેસ વધવાના બદલે ઘટવા લાગ્યા છે. દરમિયાન સીએમના આગમનના દિવસે જ સોરઠમાં આવેલા કેસમાં 95 નો વધારો થયો છે.

એટલું જ નહિ ડિસ્ચાર્જ કેસ પણ મંગળવાર કરતા 252 ઓછા થયા છે અને 8 ના કોરોનાથી મોત થયા છે. જૂનાગઢમાં મંગળવારે 280 કોરોના પોઝિટીવ હતા જે બુધવારે 70 વધીને 350 એ પહોંચી ગયા છે. જયારે ગિર સોમનાથમાં મંગળવારે કેસ 119 હતા જે બુધવારે 25 વધીને 144 થયા છે. આમ, એક જ દિવસમાં કોરોના પોઝિટીવ કેસમાં 95નો વધારો થયો છે. જ્યારે જૂનાગઢમાં મંગળવારે 255 ડિસ્ચાર્જ થયા હતા અને બુધવારે 36 ઘટીને 219 જ ડિસ્ચાર્જ થયા છે. ગિર સોમનાથમાં મંગળવારે 116 ડિસ્ચાર્જ થયા હતા જ્યારે બુધવારે એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી.

આમ, સોરઠમાં એક જ દિવસમાં ડિસ્ચાર્જ થનાર કેસની સંખ્યામાં પણ 252નો ઘટાડો થયો છે. આમ, વહિવટી તંત્ર ઓછા આંકડા બતાવી સીએમને પણ ઉંધા ચશ્મા પહેરાવી રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. દરમિયાન જૂનાગઢમાં બુધવારે 350 કેસ નોંધાયા છે જેમાંથી 172 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે જૂનાગઢ તાલુકાના 21, કેશોદ તાલુકાના 27, ભેંસાણ તાલુકાના 12, માળીયા હાટીના તાલુકાના 38, માણાવદર તાલુકાના 19, મેંદરડા તાલુકાના 12, માંગરોળ તાલુકાના 17, વંથલી તાલુકાના 14 અને વિસાવદર તાલુકાના 18 કેસનો સમાવેશ થાય છે.

જ્યારે સિટીમાં 3, જૂનાગઢ તાલુકામાં 1, ભેંસાણ તાલુકામાં 1 અને માંગરોળ તાલુકામાં 2 મળી કુલ 7ના કોરોનાથી મોત થયા છે. બીજી તરફ ગિર સોમનાથ જિલ્લામાં મંગળવારે 119 કેસ હતા તેમાં બુધવારે 25નો વધારો થતા કુલ કેસ 144 થયા છે. જ્યારે મંગળવારે 116 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થયા હતા જે બુધવારે 1 પણ ડિસ્ચાર્જ થયો નથી અને 1નું કોરોનાથી મોત થયું છે.

આમ, બુધવારે જૂનાગઢ જિલ્લાના 350 અને ગિર સોમનાથના 144 મળી એક જ દિવસમાં 494 કોરોના પોઝિટીવ આવ્યા છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના 7 અને ગિર સોમનાથના 1 મળી કુલ 8ના કોરોનાથી મોત થયા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ 2,66,476ને વેક્સિનેશન કરાયું છે. હજુ 317 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 288 ઘરના 2,245 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં છે. જ્યારે ગિર સોમનાથમાં 626ને પ્રથમ અને 465ને બીજો ડોઝ અપાયો છે.

લોકો ગાઇડ લાઇનનું પાલન કરે
હાલ કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાના કેસ દિવસે ન વધે એટલા રાતે વધી રહ્યો છે. સાથોસાથ મોતનો આંકપણ સતત વધી રહ્યો છે. ત્યારે આવી સ્થિતીમાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવું ખાસ જરૂરી છે. માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું તેમજ બિનજરૂરી રીતે બહાર ન નિકળવું અને નિકળવું જ પડે તેવી સ્થિતીમાં માસ્ક અને સોશ્યલ ડિસટન્સનું પાલન જ તમને કોરોના સંક્રમણથી બચાવી શકશે.

આ સાથે હાથને સતત સેનેટાઇઝ કરતા રહેવું પણ એટલું જ જરૂરી છે. જ્યાં સુધી કોરોનાની ગાઇડ લાઇનના પાલનની સમજદારી જાળવશો ત્યાં સુધી કોરોના સંક્રમણથી દૂર રહી શકશો. જ્યારે કોરોનાની ગાઇડ લાઇનનો ઉલાળ્યો કરનાર કોરોના સંક્રમણનો ભોગ બનશે અને સાથે પોતાના પરિવારજનોને માટે પણ ભયરૂપ બની રહેશે.

ત્યારે આવી કપરી સ્થિતીમાં સ્વસ્થ રહેવા માટે કોરોના ગાઇડ લાઇનનું પાલન દરેક લોકો કરે તે જ સમજદારી છે અને દરેક નાગરિકનું કર્તવ્ય છે. ત્યારે તમામ લોકો કર્તવ્ય પાલનની જવાબદારી સુપેરે નિભાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો