તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સોરઠમાં વધુ 29ને કોરોના, 38 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાના કુલ કેસના 50 ટકા કેસ માત્ર સિટીના

સોરઠમાં વધુ 29 ને કોરોના પોઝિટીવ આવ્યો છે, જ્યારે 38 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં હજુ 2,301 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં છે. દરમિયાન સોમવારે સોરઠમાં આવેલા કેસ પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લામાં વધુ 19 લોકો કોરોના પોઝિટીવ બન્યા છે. આ 19 કેસમાંથી 11 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. આમ, સમગ્ર જિલ્લા કરતા સિટીમાં આવતા કેસ વધુ છે.

મોટાભાગે કુલ કેસના 50 ટકા કરતા વધુ કેસ માત્ર જૂનાગઢ સિટીના જ હોય છે. પરિણામે જૂનાગઢ શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધારે હોવાનું નકારી શકાય નહી. ત્યારે જૂનાગઢના શહેરીજનોએ કોરોના સંક્રમણનો શિકાર થતા બચવું હોય તો કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવું અત્યંત જરૂરી છે. દરમિયાન જૂનાગઢ જિલ્લાના કુલ 19 માં 11 કેસ જૂનાગઢ સિટીના, કેશોદ તાલુકાના 3, માણાવદર અને વિસાવદર તાલુકાના 2-2 અને ભેંસાણ તાલુકાના 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 29 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હજુ 82 કન્ટેઇનમેન્ટ ઝોનમાં કુલ 548 ઘરના 2,301 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં વધુ 10 ને કોરોના પોઝિટીવ આવ્યો છે, જ્યારે 9 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. દરમિયાન હજુપણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું તેમજ હાથને સતત સેનેટાઇઝ કરી તમે તમારી જાતને તેમજ તમારા પરિવારને કોરોના સંક્રમણના ખતરાથી બચાવી શકશો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો